Jio એ નવા વર્ષ માટે લોન્ચ કર્યો સસ્તો પ્લાન! 388 દિવસ સુધી દરરોજ 2.5GB ડેટા, ફ્રી કોલિંગ સાથે અન્ય લાભ

Reliance Jio New Year Offer: જિયોએ નવો પ્લાન રજૂ કર્યો છે અને તેમાં જૂના પ્લાનના ઘણા બેનિફિટ્સને સામેલ કર્યાં છે. આવો જાણીએ શું છે આ ઓફરમાં અને કંપનીએ કેટલા વધારાના બેનિફિટ્સ આપ્યા છે. 

Jio એ નવા વર્ષ માટે લોન્ચ કર્યો સસ્તો પ્લાન! 388 દિવસ સુધી દરરોજ  2.5GB ડેટા, ફ્રી કોલિંગ સાથે અન્ય લાભ

નવી દિલ્હીઃ Welcome 2023: હવે ગણતરીના સમયમાં નવા વર્ષ 2023ની શરૂઆત થવાની છે. તેવામાં ઘણી ટેલીકોમ કંપનીઓ પોતાના યૂઝર્સ માટે નવો પ્લાન અને ઓફર્સ લઈને આવે છે. Reliance Jio New Year Offer લઈને આવ્યું છે, જે જબરદસ્ત છે. જો તમે જિયો યૂઝર છો તો આ સમાચાર તમારા ચહેરા પર મુસ્કાન લાવી દેશે. જિયોએ નવો પ્લાન રજૂ કર્યો છે અને જૂના પ્લાનમાં ઘણા બેનિફિટ્સ સામેલ કર્યાં છે. પ્લાનની કિંમત 2999 રૂપિયા છે. આવો જાણીએ શું છે આ ઓફરમાં અને કંપની શું વધારાના બેનિફિટ્સ આપી રહી છે. 

જિયોએ એક સ્પેશિયલ યરલી પ્લાન રજૂ કર્યો છે, જેની કિંમત 2023 રૂપિયા છે અને 2999 રૂપિયાવાળા પ્લાન્સમાં વધારાના બેનિફિટ્સ સામેલ કર્યાં છે. આ પ્લાનમાં મંથલી પ્લાન કરતા વધુ લાભ મળે છે. આ પ્લાન લીધા બાદ દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે. તમે માત્ર એકવાર રિચાર્જ કરાવી વર્ષ સુધી ચિંતા મુક્ત રહી શકો છો. 

Reliance Jio New Year Offer: Rs 2,999 Prepaid Plan
જિયોના 2999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં વધારાના બેનિફિટ્સ મળે છે. તેમાં દરરોજ 2.5GB ડેટા મળે છે. એટલે કે કુલ 912GB ડેટા મળશે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. આ પ્લાનમાં 23 દિવસની વધારાની વેલિડિટી મળે છે અને 75GB ડેટા ઓફર કરવામાં આવે છે.

Jio 2023 Prepaid Plan Details
જિયોનો 2023 રૂપિયાનો પ્લાન 9 મહિના (252 દિવસ) ની વેલિડિટી સાથે આવે છે. જેમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે, તેમાં યૂઝરને દરરોજ 2.5GB ડેટા મળે છે. તેમાં દરરોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાનની સાથે જિયો નવા સબ્સક્રાઇબર્સને કોમ્પ્લિમેન્ટ્રી પ્રાઇમ મેમ્બરશિપ આપી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news