Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 1.5 GB ડેટા સહિત મળશે આ ફાયદા

Reliance Jio Cheapest Recharge Plans: જો તમે જિયો યૂઝર્સ છો તો RS 119 Plan થી રિચાર્જ કરાવવા પર તમને JioTV, JioCinema JioSecurity, JioCloud જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. 

Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 1.5 GB ડેટા સહિત મળશે આ ફાયદા

નવી દિલ્હીઃ Reliance Jio Recharge Plans 2023: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના કસ્ટમરને ઘણા સસ્તા રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહી છે. જેમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS સહિત ડેટા બેનિફિટ્સ મળે છે. આ દરેક પ્લાનમાં અંતર વેલિડિટી અથવા ડેટાનું હોય છે. જિયોના ઘણા પ્લાન્સ છે જેમાં અનલિમિટેડ કોલિંગની સાથે 1.5 જીબી ઈન્ટરનેટ ડેટા મળી રહ્યો છે. પરંતુ અમે તમને જિયાના એક સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. 

Jio RS 119 Plan માં મળે છે ઘણા ફાયદા
જિયો પોતાના યૂઝર્સને 119 રૂપિયા (Reliance Jio RS 119 Plan) નો એક પ્લાન આપી રહ્યું છે, જે કમાલનો છે. તેમાં તમને બીજા પ્લાનની જેમ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ સાથે તમને 300 ફ્રી એસએમએસનો પણ ફાયદો મળશે. એટલું જ નહીં આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર તમને JioTV, JioCinema JioSecurity, JioCloud જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 1.5જીબી ડેટાવાળો જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. પરંતુ આ પ્લાનની વેલિડિટી માત્ર 14 દિવસની હોય છે. તેથી તમે અનલિમિટેડ કોલિંગ, ફ્રી એસએમએસ સહિત ડેટા બેનિફિટ્સનો ઉપયોગ 14 દિવસ સુધી કરી શકશો. 

આ છે જિયોના 1.5 જીબી ડેટાવાળા શાનદાર પ્લાન્સ
તો વધુ દિવસની વેલિડિટી સાથે 1.5 જીબી ડેટાવાળા જિયોના બીજા પ્લાન પણ હાજર છે. તેમાં જિયોનો 199 રૂપિયા, 239 રૂપિયા, 259 રૂપિયા, 479 રૂપિયા, 666 રૂપિયા અને 2545 રૂપિયાનો પ્લાન સામેલ છે. તમને જણાવી દઈએ કે 199 રૂપિયાના પ્લાનની વેલિડિટી 23 દિવસની છે. આ સિવાય 239 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તો 259 રૂપિયાના પ્લાનમાં એક મહિનાની વેલિડિટી મળે છે. Jio RS 479 Plan નો પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. તો Jio RS 666 Plan 84 દિવસની વેલિડિટી અને Jio RS 2545 Plan કુલ 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. 

આ પ્લાનમાં મળનાર દરેક બેનિફિટ્સ જિયોના 119 રૂપિયાના પ્લાન જેવા છે. એટલું જ નહીં Jio RS 119 Plan ને છોડીને બાકી દરેક પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. જો તમે જિયો યૂઝર છો તો તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news