Jio Independence Offer: 2999 રૂપિયાનો પ્લાન મળશે એકદમ ફ્રી! મળશે 3000 રૂપિયાના પૈસા વસૂલ બેનિફિટ્સ

ટેલીકોમ કંપનીની દિગ્ગજ કંપની જિયો Independence Offer ઓફર લઈને આવી છે, જે હેઠળ કંપનીએ 2999 રૂપિયાના વાર્ષિક પ્લાન પર 3000 રૂપિયાના બેનિફિટ્સ આપ્યા છે. આ રીતે પ્લાન સંપૂર્ણ ફ્રી થઈ જાય છે. 
 

Jio Independence Offer: 2999 રૂપિયાનો પ્લાન મળશે એકદમ ફ્રી! મળશે 3000 રૂપિયાના પૈસા વસૂલ બેનિફિટ્સ

નવી દિલ્હીઃ Jio Independence Offer: જલદી સ્વતંત્રતા દિવસ આવવાનો છે. આ દિવસનો જશ્ન મનાવવા માટે ટેક જગતની ઘણી કંપનીઓ યૂઝર્સને કોઈને કોઈ ઓફર આપી રહી છે. આ ક્રમમાં નવું નામ જોડાઈ ગયું છે રિલાયન્સ જિયોનું. જિયો કંપની Independence Offer લઈને આવી છે, જે હેઠળ કંપનીએ 2999 રૂપિયાના વાર્ષિક પ્લાન પર 3,000 રૂપિયાના બેનિફિટ્સ આપ્યા છે. આ રીતે પ્લાન સંપૂર્ણ ફ્રી થઈ જાય છે. કંપનીએ તે માટે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું છે. આ ઓફર હેઠળ યૂઝર્સને ક્યા-ક્યા લાભ મળી રહ્યાં છે, આવો જાણીએ.

Jio 2,999 રૂપિયાનો પ્લાન
આ Independence Offer છે. આ પ્લાનમાં યૂઝર્સને 3000 રૂપિયાના બેનિફિટ્સ મળશે. સૌથી પહેલા તેના બેનિફિટ્સની વાત કરી લઈએ. તેમાં યૂઝર્સને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. આ સમય દરમિયાન યૂઝર્સને 912.5 જીબી ડેટા મળશે. કોઈપણ નેટવર્ક પર કોલ કરવા અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. સાથે દરરોજ 100 એસએમએસ ઓફર કરવામાં આવી રહ્યાં છે. તો એક વર્ષ માટે Disney+ Hotstar Mobile નું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. 

— Reliance Jio (@reliancejio) August 9, 2022

હવે તે જાણી લઈએ કે 3000 રૂપિયાના બેનિફિટ્સ કઈ રીતે મળશે. તેમાં યૂઝર્સને 750 રૂપિયાનું AJIO કૂપન આપવામાં આવશે. તો Netmeds પર 750 રૂપિયા ઓફ અને ixigo પર પણ 750 રૂપિયા ઓફ આપવામાં આવશે. આ સિવાય 750 રૂપિયાનો 75જીબી ડેટા આપવામાં આવશે. આ કુલ મળીને 3000 રૂપિયા થાય છે. આ રીતે જિયો યૂઝર્સને 2999 રૂપિયાના રિચાર્જમાં 3000 રૂપિયાના બેનિફિટ્સ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news