ગરમીમાં AC નું બિલ ઓછું કરવા માટે આ 5 સરળ ટિપ્સ અજમાવો, સાવ ઓછું આવશે બિલ

Reduce your AC bill: કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. આ સાથે રૂમમાં પણ એર કન્ડિશનરની જરૂર પડશે. ઉત્તર ભારતમાં તો ગરમીએ પ્રકોપ દેખાડવા માંડ્યો છે. દેશના અન્ય ભાગોમાં પણ ગરમી રૌદ્ર સ્વરૂપ દેખાડવા માંડી છે. આ સાથે જ હવે એસીની પણ ડિમાન્ડ વધી છે. જેને કારણે ખિસ્સા પર ભાર પડવા લાગ્યો છે. આખી રાત અને દિવસે પણ એસી ચાલુ રહે એટલે સ્વાભાવિક છે કે આખરે બિલ તો વધુ આવવાનું જ. 
 

ગરમીમાં AC નું બિલ ઓછું કરવા માટે આ 5 સરળ ટિપ્સ અજમાવો, સાવ ઓછું આવશે બિલ

Reduce your AC bill: કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. આ સાથે રૂમમાં પણ એર કન્ડિશનરની જરૂર પડશે. ઉત્તર ભારતમાં તો ગરમીએ પ્રકોપ દેખાડવા માંડ્યો છે. દેશના અન્ય ભાગોમાં પણ ગરમી રૌદ્ર સ્વરૂપ દેખાડવા માંડી છે. આ સાથે જ હવે એસીની પણ ડિમાન્ડ વધી છે. જેને કારણે ખિસ્સા પર ભાર પડવા લાગ્યો છે. આખી રાત અને દિવસે પણ એસી ચાલુ રહે એટલે સ્વાભાવિક છે કે આખરે બિલ તો વધુ આવવાનું જ. 

જો કે આધુનિક એસી એ પ્રકારે ડિઝાઈન કરાયા છે કે તે જૂની પેઢીના એસીની સરખામણીમાં ઓછી  એનર્જી વાપરે છે. આમ છતાં જ્યારે મહિનાના વીજ બિલની વાત કરીએ તો ખિસ્સા પર અસર તો થાય જ છે. આથી જો તમે વધુ સમય માટે એસીનો ઉપયોગ કરવા બદલ ચિંતિત હોવ અને મહિનાના અંતે બિલની ચિંતા સતાવતી હોય તો તમારા માટે કેટલીક સરળ ટિપ્સ છે જેનો ઉપયોગ કરીને તમે વીજળીના બિલમાં કાપ લાવવાનો પ્રયાસ કરી શકો છો. જાણો આ 5 મહત્વની ટિપ્સ...

યોગ્ય તાપમાનની પસંદગી કરો
એસીને ક્યારેય ન્યૂનતમ તાપમાન પર સેટ કરવું જોઈએ નહીં. લોકો હંમેશા વિચારે છે કે એસીને 16 ડિગ્રી પર સેટ કરવાથી સારું કૂલિંગ મળશે. પરંતુ વાસ્તવમાં એવું નથી. માનવ શરીર માટે આદર્શ તાપમાન 24 છે. અને કોઈ પણ એસી તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઓછો ભાર લેશે. આથી એસીનું તાપમાન 24ની આજુબાજુ સેટ કરવું સારું રહેશે. તેનાથી વધુ વીજળીની બચત થશે અને બિલની રકમમાં પણ ઘટાડો થશે. 

ઉપયોગમાં ન હોય ત્યારે પાવર બટન બંધ કરી દો
એસી હોય કે પછી કોઈ અન્ય ગેઝેટ, જ્યારે પણ ઉપયોગમાં ન હોય તો તમારે હંમેશા પાવર સ્વિચ બંધ કરી દેવી જોઈએ. મોટાભાગના લોકો રિમોટથી એસી બંધ કરી દે છે. પરંતુ આમ કરવું જોઈએ નહીં. આવું એટલા માટે કારણ કે જ્યારે કોમ્પ્રેસરને આઈડિયલ લોડ પર સેટ કરવામાં આવે છે ત્યારે ખુબ વધુ વીજળી બરબાદ થાય છે અને તેનાથી માસિક બિલ પ્રભાવિત થાય છે. 

ટાઈમરનો ઉપયોગ કરો
બધા એસી ટાઈમર સાથે આવે છે. આથી મશીનને આખી રાત ચલાવવાની જગ્યાએ ફીચરનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે. સૂતા પહેલા કે અન્ય સમય પર સીધા 2-3 કલાક માટે ટાઈમર સેટ કરવું હંમેશા એક સારો વિચાર હોય છે. આથી જ્યારે તમે ટાઈમર સેટ કરો છો ત્યારે એસી એક ખાસ સમય બાદ બંધ થઈ જાય છે. આ એર કન્ડિશનરનો વધુ ઉપયોગ ઘટાડશે અને વીજળીના બિલમાં પણ રાહત આપશે. 

એસીની નિયમિત સર્વિસ કરાવો
તમામ ઉપકરણોની સર્વિસિંગની જરૂર હોય છે અને એર કન્ડિશનરને પણ. જો કે મોટાભાગના નિર્માતા દાવો કરે છે કે તેમના એસીને છાશવારે સર્વિસિંગની જરૂર નથી પણ તે સંપૂર્ણ રીતે સાચુ નથી. ભારતમાં એસીની સર્વિસ કરાવવાનો હંમેશા એક સારો વિચાર છે. કારણ કે ભારતમાં આખુ વર્ષ તેનો ઉપયોગ થતો નથી. આથી એ વાતની વધુ શક્યતા  રહેલી છે કે તેમાં ધૂળકે અન્ય કણ મશીનને નુકસાન પહોંચાડી શકે છે. આથી  ગરમીઓમાં પહેલા એર કન્ડિશનિંગની સર્વિસિંગ કરાવવી એ એક સારો વિચાર છે. 

દરવાજા અને બારી એકદમ ચુસ્ત બંધ હોય
એસી ચાલુ કરો તે પહેલા એ સુનિશ્ચિત કરો કે રૂમમાં દરેક બારી  બારણા એકદમ ફીટ બંધ હોય. જેના લીધે રૂમ જલદી અને લાંબા સમય માટે ઠંડો કરવામાં મદદ મળશે અને મહિનાના અંતમાં તમારા વીજળીના બિલમાં પણ બચત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news