ખલબલી મચાવવા આવી રહ્યો છે Redmi નો 5G Smartphone! જાણો ફીચર્સ અને કિંમત

Redmi K50i 5G Launch: સમાચારોનું માનીએ તો આ મહિનામાં એટલે કે જુલાઈ 2022 માં રેડમી એક નવો 5G સ્માર્ટફોન Redmi K50i 5G લોન્ચ કરવા જઈ રહી છે. આવો જાણીએ આ સ્માર્ટ ફોનમાં કયા ફીચર્સ આપવામાં આવી શકે છે અને તેની કિંમત કેટલી હોઈ શકે છે અને ક્યારે લોન્ચ થઈ શકે છે.

ખલબલી મચાવવા આવી રહ્યો છે Redmi નો 5G Smartphone! જાણો ફીચર્સ અને કિંમત

Redmi K50i 5G Launch in India Specifications Tipped: આ મહિનામાં એટલે કે જુલાઈ 2022 માં માર્કેટમાં ઘણા નવા સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે. હાલમાં એક સમાચાર સામે આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રેડમી પણ એક નવો સ્માર્ટફોન Redmi K50i 5G લોન્ચ કરવી જઈ રહી છે. લીક્સનું કહેવું છે કે રેડમી 5G સ્માર્ટફોન ભારતમાં આ મહિનામાં લોન્ચ કરી શકે છે. જોકે, આ ફોન સાથે જોડાયેલી કોઈપણ સૂચના સત્તાવાર રીતે સામે આવી નથી અને લીક્સ તેમજ રુમર્સ દ્વારા આ ફોનની લોન્ચ ડેટ, કિંમત અને ફીચર્સ વિશે જણાવવામાં આવી રહ્યું છે.

લોન્ચ થઈ રહ્યો છે રેડમીનો નવો 5G સ્માર્ટફોન
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, તાજેતરમાં સામે આવેલા લીકમાં એવું કહેવામાં આવ્યું છે કે રેડમીનો નવો 5G સ્માર્ટપોન Redmi K50i 5G આવનારા દિવસોમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ટિપ્સ્ટર અભિષેક યાદવે ટ્વીટ કરી આ વિશે જણાવ્યું છે અને ફોનને 24 જુલાઈ 2022 પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. અભિષેકનું કહેવું છે કે, 21 જુલાઈ 2022 Redmi K50i 5G ની લોન્ચ ડેટ હોઈ શકે છે. જો આ લીક સાચા સાબિત થયા તો આગામી સપ્તાહમાં કંપની આ સ્માર્ટફોનને ટીઝ કરવાનું શરૂ કરી શકે છે.

Redmi K50i 5G ની કિંમત
મીડિયાટેક ડાયમેંસિટી 8100 ચિપસેટ પ્રોસેસર પર કામ કરી રહેલી રેડમીના આ નવા 5G સ્માર્ટફોન Redmi K50i 5G ને Redmi Note 11T Pro+ 5G નું રીબ્રાન્ડેડ વર્ઝન કહેવામાં આવી રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફોન બે સ્ટોરેજ વેરિયન્ટ્સમાં લોન્ચ થશે, એક 6GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે આવી શકે છે અને બીજો 8GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે આવી શકે છે. Redmi K50i 5G ફોન બ્લેક, બલે અને સિલ્વર કલરમાં મળી શકે છે.

Redmi K50i 5G ના ફીચર્સ
લીક્સ અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો Redmi K50i 5G માં તમને 6.6 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે, ફૂલ એચડી+ રિઝોલ્યૂશન અને 144Hz નો રિફ્રેશ રેટ મળી શકે છે. જોકે, અમે પહેલા જ તમને જણાવ્યું હતું કે, આ ફોનનું પ્રોસેસર મીડિયાટેક ડાયમેન્સિટી 8100 ચિપસેટ હોઈ શકે છે અને તેમાં તમને 8GB સુધી રેમ અને 128 GB સુધી સ્ટોરેજ મળી શકે છે. એન્ડ્રોઈડ 12 ઓએસ પર ચાલતો આ 5G સ્માર્ટફોન 5000mAh ની બેટરી અને 67W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મળી શકે છે.

કેમેરાની વાત કરીએ તો Redmi K50i 5G માં તમને એક ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં 64MP નો પ્રાઈમરી સેન્સર 8MP ના અલ્ટ્રા-વાઈડ સેન્સર અને 2MP ના ડેપ્થ સેન્સર સામેલ હશે. સેલ્ફી લેવા અને વીડિયો કોલ્સ કરવા માટે આ ફોનમાં 16MP નો ફ્રન્ટ કેમેરો આપી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news