Realmeએ લોન્ચ કર્યો 64 MP કેમેરાવાળો પહેલો સ્માર્ટફોન, અહીં વાંચો ફીચર્સ...
ચીનની મોબાઇ હેન્સેટ નિર્માતા ઓપ્પોના સૌથી બ્રાંડ સીયલમીએ આજે 64 મેગાપિક્સલ કેમેરાવાળો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ભારતનો પ્રથમ 64 મેગાપિક્સલ ક્વોડ કેમેરા એક્સપર્ટ સ્માર્ટફોન છે
Trending Photos
નવી દિલ્હી: ચીનની મોબાઇ હેન્સેટ નિર્માતા ઓપ્પોના સૌથી બ્રાંડ સીયલમીએ આજે 64 મેગાપિક્સલ કેમેરાવાળો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ભારતનો પ્રથમ 64 મેગાપિક્સલ ક્વોડ કેમેરા એક્સપર્ટ સ્માર્ટફોન છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 15999 રૂપિયા રાખી છે. આ રીયલમીનો પહેલો એક્સ સીરીઝ સ્માર્ટફોન છે. જે ન્યૂ આઇ ડિઝાઇન હાઇપરબોલા લાઇટ ઇફેક્ટ પર આધારિત છે. ફોનની પહેલો સેલ 16 સપ્ટેમ્બરે Flipkart અને કંપનીની વેસબાઇટ realme.com/in મુકવામાં આવશે.
realme XT કિંમત
4 જીબી + 64 જીબી - 15,999 રૂપિયા
6 જીબી + 64 જીબી - 16,999 રૂપિયા
8 જીબી + 128 જીવી - 18,999 રૂપિયા
આ પણ વાંચો:- ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીતર બેન થઇ જશે WhatsApp
સ્માર્ટ ફોનમાં 6.4 ઈંચ સુપર એમોલેડ ડિસ્પેલ છે. realme XT બે રંગો- પર્લ વ્હાઇટ અને પર્લ બ્લૂમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન રીયલમીનો પહેલો ફોન છે જેના બેકમાં 3ડી બેંડિંગ ગોરિલ્લા ગ્લાસ 5 લાગ્યો છે. જે ફોનને સ્ક્રેચથી બચાવશે. ફ્રંટ સ્ક્રિન પણ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5થી બનાવવામાં આવ્યો છે. ફોનની સ્ક્રીન ટૂ બોર્ડી રેશિયો 91.9 ટાક છે. ફોનના બેકમાં 4 કેમેરા 8MP+64MP+2MP+2MP નો સેટઅપ છે. ફ્રંટમાં 16 મેગાપિક્સલ sonyIMX471 કેમેરો લાગ્યો છે. ફોનમાં લેટેસ્ટ ઇન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર Goodix 3.0 લગાવેલ છે.
Realme XT સ્માર્ટફોનમાં snapdragon 712 AIE પ્રોસેસર છે. જે તમને વીડિયો ગેમ રમવામાં સારો અનુભવ કરાવશે. વાત કરીએ તો મેમેરીની તો તેમાં 8 જીબી રેમ અને 128 જીબી રોમ છે. તેમાં 4000 એમએચની બેટરી લગાવવામાં આવી છે. સાથે જ તેમાં 20 વોર્ટ અડોપ્ટરની સાથે ફાસ્ટ ચાર્જિંગ માટે VOOC 3.0 ટેક્નોલોજી છે. તેમાં તમે ઝીરોથી 100 ટકા સુધી બેટરી 80 મિનિટમાં ચાર્જ કરી શક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે