Realme: સ્માર્ટફોન પર 5 હજાર સુધી અને સ્માર્ટ TV પર 3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ
16 ઓક્ટોબરથી રિયલમીનો ખાસ સેલ શરૂ થવાનો છે. 21 ઓક્ટોબર સુધી ચાલનાર આ સેલમાં સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવી અને બીજી ઘણી પ્રોડક્ટ પર બમ્પર છૂટ મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ Realmeના સ્માર્ટફોન અને બીજા શાનદાર ગેજેટ ખરીદવાની શાનદાર તક આવી ગઈ છે. કંપનીએ પોતાના Festive Days with First Sale Offers ની જાહેરાત કરી છે. રયલમીનો આ સેલ 16 ઓક્ટોબરથી શરૂ થશે. 21 ઓક્ટોબર સુધી ચાલનાર આ સેલમાં પોપ્યુલર સ્માર્ટફોન પર 5 હજાર રૂપિયા સુધીની છૂટ મળશે. આ સિવાય સેલમાં તમે રિયલમી સ્માર્ટ ટીવી અને સ્માર્ટવોચને પણ બેસ્ટ ઓફરમાં ખરીદી શકશો.
રિયલમી X50 પ્રો પર 5 હજારની છૂટ
આ ફોનના બે વેરિયન્ટ પર 5 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. છૂટ બાદ તેના 8જીબી+128 જીબી વેરિયન્ટની કિંમત 41999 રૂપિયાથી ઘટીને 36,999 રૂપિયા થઈ ગઈ છે. તો તેના 12જીબી+256 જીબી સ્ટોરેજ મોડલ હવે 42999 રૂપિયામાં મળશે. સેલ દરમિયાન આ ફોને નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકાશે.
3 હજાર રૂપિયા સસ્તો મળશે રિયલમી X3 સુપરઝૂમ
આ ફોન પર તમને ફેસ્ટિવ ડે ફર્સ્ટ સેલ ઓફરમાં 3000 રૂપિયાની છૂટ મળશે. છૂટ બાદ આ ફોનના 8જીબી+128 જીબી વેરિયન્ટને 27000 રૂપિયાની જગ્યાએ 24999 રૂપિયા અને 12જીબી+256 જીબી વેરિયન્સને 32,999 રૂપિયાની જગ્યાએ 29999 રૂપિયામાં ખરીદી શકાશે. સેલ દરમિયાન આ ફોન પણ નો-કોસ્ટ ઈએમઆઈ પર ઉપલબ્ધ હશે.
બે સસ્તા ફોન લાવી રહ્યું છે OnePlus,આ મહિને આવી શકે છે Nord N10 5G અને Nord N100
રિયલમી X3 પક 3 હજાર રૂપિયાની છૂટ
16થી 21 ઓક્ટોબર વચ્ચે આ ફોન પણ 3 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થવાનો છે. છૂટ બાદ તેના 6જીબી+128 જીબી વેરિયન્ટને 21999 રૂપિયા અને 8જીબી+128જીબી વેરિયન્ટને 22999 રૂપિયામાં ઓર્ડર કરી શકાશે.
સ્માર્ટ ટીવી પર 3 હજાર રૂપિયા સુધીની છૂટ
સેલમાં Realme Smart TV SLED 4K (55 ઇંચ)નેતમે 3 હજાર રૂપિયાની છૂટની સાથે ખરીદી શકશો. છૂટ બાદ 42999 રૂપિયાની કિંમત સાથે લોન્ચ થયેલ ટીવી 39,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કંપનીના ઈન્ડિયા હેડે આ ધાંસૂ ટીવી પર મળનાર ઓફર વિશે ટ્વીટ કર્યું છે.
16 ઓક્ટોબરે શરૂ થનાર આ સેલમાં તમે 22,999 રૂપિયાની કિંમતમાં આવનાર રિયલમી સ્માર્ટ ટીવી (43 ઇંચ)ને એક હજાર રૂપિયાની છૂટની સાથે ખરીદી શકશો. સેલમાં 32 ઇંચ વાળા રિયલમી ટીવી પર પણ 1 હજારની છૂટ મળશે. ત્યારબાદ આ ટીવી માત્ર 12,999મા ખરીદી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે