8 જીબી રેમ સાથે ભારતમાં લોન્ચ થયો સસ્તો સ્માર્ટફોન Realme 9, જાણો કિંમત અને ખાસિયત

રિયલમીએ ભારતમાં Realme 9 4G સ્નાર્ટફોન પણ લોન્ચ કર્યો. કંપનીનો દાવો છે કે Realme 9,  સેમસંગ ISOCELL HM6 ઇમેજ સેન્સરની સાથે દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન છે. જુઓ તેની કિંમત-ફીચર્સ અને વિગત...
 

8 જીબી રેમ સાથે ભારતમાં લોન્ચ થયો સસ્તો સ્માર્ટફોન Realme 9, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ રિલયમીએ ભારતમાં આજે ઘણી ડિવાઇસ લોન્ચ કરી છે. લિસ્ટમાં રિયલમી GT 2 પ્રો સ્માર્ટફોન, રિયલમી બડ્સ એર 3 ઈયરબડ્સ અને રિયલમી બુક પ્રાઇમ લેપટોપ સામેલ છે. આ પ્રોડક્ટ્સ સિવાય બ્રાન્ચે ભારતમાં Realme 9 4G સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો. કંપનીનો દાવો છે કે Realme 9 4G, સેમસંગ ISOCELL HM6 ઇમેજ સેન્સરની સાથે દુનિયાના પ્રથમ સ્માર્ટફોનમાંથી એક છે. ખાસ વાત છે કે ફોનમાં મળરનાર ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હાર્ટ રેટ ડિટેક્શનનું પણ કામ કરે છે. લેટેસ્ટ Realme 9 4G, રિયલમી 9 સિરીઝનો ભાગ છે, જેમાં રિયલમી 9 5G, રિયલમી 9 5G, સ્પીડ એડિશન, રિયલમી 9 પ્રો 5G, રિયલમી 9 પ્રો+ 5G અને રિયલમી 9i સ્માર્ટફોન પહેલાથી હાજર છે. આવો વિગતે જાણીએ આ ફોનની કિંમત અને ફીચર્સ વિશે...

ભારતમાં Realme 9 4G ની કિંમત-ઉપલબ્ધતા
- જ્યાં સુધી કિંમતનો સવાલ છે તો Realme 9 4G ના 6GB+128GB  વેરિએન્ટની કિંમત 17999 રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ આ ભારતમાં 15999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ થશે. 

- આ સિવાય 8GB+128GB વાળા વેરિએન્ટની કિંમત 18999 રૂપિયા છે. પરંતુ તે ભારતમાં 16999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ તસે. ફોન ત્રણ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે, જેમાં સનબર્સ્ટ ગોલ્ડ, સ્ટારગેજ વ્હાઇટ અને મેટિયર બ્લેક સામેલ છે. 

- Realme 9 4G ભારતમાં પ્રથમ સેલ, 12 એપ્રિલ બપોરે 12 કલાકથી રિયલમી ડોટ કોમ, ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સના માધ્યમથી શરૂ થશે. કંપની સંભવિત ખરીદદારોને ખાસ લોન્ચ ઓફર આપી રહી છે. રિયલમીએ કહ્યું કે, એચડીબીસી બેન્કના ગ્રાહકોને તેના ડેબિડ કાર્ટ, ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ દ્વારા ખરીદી કરવા પર 2 હજાર રૂપિયાની તત્કાલ છૂટ મળશે. 

Realme 9 4G ના બેસિક સ્પેસિફિકેશન
- ફોનમાં 6.4 ઇંચની Super AMOLED FHD+ ડિસ્પ્લે છે, જેમાં 90Hz સ્ક્રીન રિફ્રેશ રેટ, 360Hz ટચ સેમ્પલિંગ રેટ,  2400×1080 પિક્સલનું સ્ક્રીન રિઝોલ્યૂશન અને 1000 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. આ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શનની સાથે આવે છે. આ એડ્રેનો 610 GPU ની સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસરથી લેસ છે. 

- ફોન 8GB LPDDR4x રેમ, 13જીબી ડાયનેમિક રેમ અને 128GB UFS 2.1 સ્ટોરેજ સ્પેસની સાથે આવે છે. Realme 9 4G ભારતમાં 6GB+128GB અને 8GB+128GB વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આ Android 12 પર બેસ્ડ Realme UI 3.0 ચાલશે. 

- કેમેરાની વાત કરીએ તો Realme 9 4G સોની  IMX471 સેન્સરની સાથે 16MP નો સેલ્ફી કેમેરો અને 78-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂની સાથે આવશે. પાછળની તરફ, તે ત્રિપલ રિયર  કેમેરા સેટઅપને સપોર્ટ કરશે જે વર્ટિકલી સ્ટેક્ડ કેમેરા સેટઅપમાં રાખવામાં આવ્યું છે. તેમાં 80 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂની સાથે સેમસંગ ISOCELL HM6 ની સાથે 108MP નો પ્રાઇમરી સેન્સર, 119 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂની સાથે સુપર-વાઇડ એન્ગલ લેન્સ અને 4cm મૈક્રો લેન્સ સામેલ છે. 

- બેટરીની વાત કરીએ તો ફોનમાં 5000mAh ની બેટરી છે, જે 33W ક્વિક ચાર્જ તકનીક સપોર્ટ કરે છે. એડિશનલ ફીચર્સમાં બ્લૂટૂથ 5.1, ડ્યુઅલ-બેન્ડ વાઈફાઈ કનેક્ટિવિટી, જીપીએસ અને એક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news