Electric Scooter સાવ સસ્તામાં, 50 હજારમાં તો કાયમ માટે જશે પેટ્રોલની ઝંઝટ!
Electric Scooter: આ કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર સસ્તા થયા છે; નવી કિંમત ₹59,900 થી શરૂ થાય છે, જાણો કેટલી રેન્જ ઉપલબ્ધ થશે. સ્કૂટરનો લૂક અને ફિચર્સ જોઈને તમે પણ પહેલી જ નજરમાં તેના પર થઈ જશો ફિદા...
Trending Photos
Ampere Electric Scooter Prices Cut: શું તમે પણ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની ઝંઝટથી કંટાળ્યા છો? તો ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 50 હજાર પડ્યા હશે તો ઘરે આવી જશે શાનદાર ઈલેક્ટ્રીક સ્કૂટર. ઉપરના આઠથી નવ હજારનું પણ લોનનું સેટિંગ થઈ જશે. આ સ્કૂટરની કુલ કિંમત છે માત્રને માત્ર 59 હજાર રૂપિયા. અત્યાર સુધી ઈલેક્ટ્રીક સ્કૂકટર કે બાઈકની કિંમત લગભગ સાવ લાખ રૂપિયાથી નીચે નહોંતી આવતી. એવામાં આ કંપનીએ હિંમત કરીને સામાન્ય માણસને પોસાય એવા ભાવે ઈલેક્ટ્રીક સ્કૂટર આપવાનું નક્કી કર્યું છે.
કંપનીએ વધુ ગ્રાહકોને આકર્ષવા માટે તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો છે. નવી કિંમત પર નજર કરીએ તો હવે કંપનીનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર 59900 રૂપિયામાં ઉપલબ્ધ છે. દેશમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદકોની સંખ્યા સતત વધી રહી છે. લોકોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ પણ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવતી કંપની એમ્પીયરે તેના કેટલાક ઇલેક્ટ્રિક સ્કૂટર્સને સસ્તા કર્યા છે. કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં 5 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ છે, જેમાંથી 2 સ્કૂટર તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યા હતા. હવે કંપનીએ વધુ ગ્રાહકોને આકર્ષવા માટે તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો છે. નવી કિંમત પર નજર કરીએ તો હવે કંપનીનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર 59900 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ઈલેકટ્રોનીક વાહનોને વધુ સસ્તા બનાવવાનો પ્લાનઃ
એમ્પીયરે ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે. આમાં Ampere Rio Li Plus, Ampere Magnus EX અને Ampere Magnus LTનો સમાવેશ થાય છે. કંપનીએ આ ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં લગભગ 10 હજાર રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
અહીં જાણો નવી કિંમતઃ
એમ્પીયર રિયો લિ પ્લસ - ₹59,00
એમ્પીયર મેગ્નસ EX - ₹94,99
એમ્પીયર મેગ્નસ LT - ₹84,900
આ સ્કૂટર કેટલી રેન્જ આપે છે?
કંપનીએ કહ્યું કે એમ્પીયર મેગ્નસ EX કંપનીનું સૌથી વધુ વેચાતું ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને તે એક જ ચાર્જ પર 100 કિમીથી વધુની રેન્જ આપે છે. આ સિવાય આ સ્કૂટરનું એલટી વેરિઅન્ટ એક ચાર્જ પર 80 કિમીની રેન્જ આપે છે. આ બંને સ્કૂટર રિમૂવેબલ બેટરી પેક સાથે આવે છે. આ સિવાય એમ્પીયર રીઓ લી પ્લસ કંપનીનું એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે 70 કિમીની રેન્જ સાથે આવે છે. આ સ્કૂટર ચલાવવા માટે તમારે લાયસન્સ અને રજીસ્ટ્રેશનની જરૂર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે