Recharge કરવાનું ભૂલી જતાં આઉટગોઇંગ થઇ જાય છે બંધ, Paytm હવે અપાવશે યાદ

Paytm Service: પેટીએમ એપ્પનો ઉપયોગ કરીને યુઝર્સ રિચાર્જ રિમાઈન્ડર સેટ કરી શકશે કે જેથી તે યુઝર્સ કોન્ટેક લીસ્ટમાંથી લંબર ઉમેરીને પોતાના મોબાઈલ પ્લાન સમયસર રિચાર્જ કરી શકશે.

Recharge કરવાનું ભૂલી જતાં આઉટગોઇંગ થઇ જાય છે બંધ, Paytm હવે અપાવશે યાદ

Paytm mobile recharge: આપણામાંથી ઘણા લોકો આ સ્થિતિનો સામનો કરે છે. માની લો કોઇ દિવસે તમારે એક જરૂરી કોલ કરવો હોય અથવા મોબાઇલ ડેટાની જરૂર પડે અને ત્યારે તમારા ફોન પર એક મેસેજ આવે કે તમારા ફોન પર આઉટગોઇંગ અને ડેટાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તેને ફરીથી ચાલૂ કરવા માટે રિચાર્જ કરો. એવામાં પરેશાની ત્યારે વધી જશેજ્યારે તમે એવી જગ્યાએ હોવ જ્યાં વાઇફાઇની સુવિધા ન હોય અને કોઇ કારણથી તમે રિચાર્જ ન કરી શકો. 

બની શકે કે તે સમયે તમારે તાત્કાલિક કોઇ મોબાઇલ રીચાર્જની દુકાન પર જવું અથવા તમારા પડોશી, મિત્ર અથવા સહકર્મી પાસેથી હોટસ્પોટ લેવું પડે અથવા તેને રીચાર્જ કરવા માટે કહેવું પડે. એવામાં તમે શરમ અનુભવશો પરંતુ આ બધી ઝંઝટમાંથી પેટીએમની સર્વિસ તમને મુક્તિ અપાવશે.  

પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કે “લાખો ભારતીયો રિચાર્જ અને બિલની ચૂકવણી માટે તથા સુપરફાસ્ટ મની ટ્રાન્સફર માટે પેટીએમનો ઉપયોગ કરે છે. ઓટોમેટેડ રિમાઈન્ડર્સ અને આસાનીથી વિવિધ રિચાર્જની જરૂરિયાત પૂરી કરવા માટે અમે યુઝર્સના અનુભવમાં સતત વૃધ્ધિ કરી રહયા છીએ.”

પેટીએમ મોબાઈલ વ્યાપક રીચાર્જ પ્લાન સહિત, પ્રિપેઈડ રિચાર્જ માટે  સરળ અને યુઝર ફ્રેન્ડલી સંપર્ક પૂરો પાડી રહી છે. યુઝર્સને તેમની જરૂર પ્રમાણે કસ્ટમાઈઝ કરેલા વિવિધ રીચાર્જ પ્લાન પૂરા પાડવામાં આવશે. યુઝર્સ તેમનુ રિચાર્જ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કરી શકશે. 

પેટીએમ એપ્પનો ઉપયોગ કરીને યુઝર્સ રિચાર્જ રિમાઈન્ડર સેટ કરી શકશે કે જેથી તે યુઝર્સ કોન્ટેક લીસ્ટમાંથી લંબર ઉમેરીને પોતાના મોબાઈલ પ્લાન સમયસર રિચાર્જ કરી શકશે.  કંપની પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, નેટબેંકીંગ, ડેબિટ કાર્ડઝ અને ક્રોડીટ કાર્ડથી સુગમ ચૂકવણીનો વિકલ્પ પણ પૂરો પાડશે.

પેટીએમનો ઉપયોગ કરીને મોબાઈલ પ્રિપેઈડ રિચાર્જ કેવી રીતે કરી શકાય:

1. પેટીએમની એપ્પ ખોલીને  ‘રીચાર્જ અને બિલ પેમેન્ટસ’ માં જાઓ

2.‘મોબાઈલ રિચાર્જ’ પસંદ કરો અને સંપર્કની સુગમતા માટે મોબાઈલ નંબરનો ઉમેરો કરો

3.  ઓપરેટરનો પ્લાન પસંદ કરો heyઅથવા તો રિચાર્જની રકમ જણાવો

4. રિચાર્જ પૂર્ણ કરવા માટે ‘ફાસ્ટ ફોરવર્ડ’ અથવા ‘પે’ ઉપર ક્લિક કરો. ફોરવર્ડના વિકલ્પ પસંદ કરવાથી  રકમ સીધી પેટીએમ વૉલેટમાંથી કપાઈ જશે. જ્યારે પ્રસીડ ટુ બિલ પે  વિકલ્પ પસંદ કરવાથી યુઝર્સને પેમેન્ટ પેજ ઉપર લઈ જવાશે. જેમાં યુઝર  પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, નેટબેંકીંગ, ડેબિટ કાર્ડઝ અને ક્રોડીટકાર્ડથી સુગમ ચૂકવણીનો વિકલ્પ પસંદ કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news