31 માર્ચ પહેલાં પાનકાર્ડ સાથે આધાર કાર્ડ કરાવી દો લિંક, નહીં તો 1 હજારનો દંડ અને થઈ શકે છે જેલ

pan aadhaar linking deadline: આવી સ્થિતિમાં તમારું પાન કાર્ડ સક્રિય રહે તે ખૂબ જ જરૂરી છે. આ માટે પાન કાર્ડ ધારકોને 31 માર્ચ 2023 સુધીમાં તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.

31 માર્ચ પહેલાં પાનકાર્ડ સાથે આધાર કાર્ડ કરાવી દો લિંક, નહીં તો 1 હજારનો દંડ અને થઈ શકે છે જેલ

PAN-Aadhaar Linking: પાનકાર્ડ  આજના સમયમાં ખુબ જ જરૂરી દસ્તાવેજ છે. આઈટી રિટર્નથી લઈને બેંકની લેણદેણ સાથે જોડાયેલા તમામ કામો માટે પાનકાર્ડની જરૂર પડે છે. પાનકાર્ડનો ઉપયોગ ઓળખાણ અને નાણાકીય લેણદેણ માટે કરવામાં આવે છે પરંતુ ઘણી વખત લોકો ભૂલથી એક અથવા એકથી વધારે પાનકાર્ડ બનાવી લેતા હોય છે. આ વખતે બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમને પાનકાર્ડને લઈને એક મોટી ઘોષણા કરી છે. બજેટ 2023માં નાણામંત્રીએ પાનકાર્ડને નવી ઓળખાણ આપી છે. તેમણે કહ્યું કે, હવે પાનકાર્ડનો ઉપયોગ પણ તમામ માટે કોમન હશે. હવે તમે સામાન્ય ઓળખપત્રના રૂપમાં પાનકાર્ડનો ઉપયોગ કરી શકશો. સાથે જ કોઈ પણ વેપારની શરૂઆત પણ પાનકાર્ડથી કરી શકશો. 

આવી સ્થિતિમાં તમારું પાન કાર્ડ સક્રિય રહે તે ખૂબ જ જરૂરી છે. આ માટે પાન કાર્ડ ધારકોને 31 માર્ચ 2023 સુધીમાં તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે. જો તમે આ સમયમર્યાદા પહેલાં તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક નહીં કરો તો તમારું PAN કાર્ડ પણ નિષ્ક્રિય થઈ શકે છે. ઉપરાંત, તમારે PANને આધાર સાથે લિંક કરવા માટે 1,000 રૂપિયા ચૂકવવા પડશે.

આ પાન કાર્ડ ધારકોએ 10,000 રૂપિયા ચૂકવવા પડશેઃ
જો વ્યક્તિનું પાન કાર્ડ માન્ય નહીં હોય તો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 272N હેઠળ આકારણી અધિકારી નિર્દેશ કરી શકે છે કે આવી વ્યક્તિ દંડ તરીકે 10,000 રૂપિયાની રકમ ચૂકવે.

આ કારણોસર જેલ પણ થઈ શકે છેઃ
ઘણી વખત લોકો ભૂલથી એક અથવા વધુ પાન કાર્ડ બનાવી લે છે. જો કે આ પાન કાર્ડ માત્ર સાચી ઓળખ અને વિગતોના આધારે જ બનાવવામાં આવે છે, પરંતુ 2016 પહેલાં આવકવેરા વિભાગને ઘણી ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં તેની પાસે બેથી વધુ પાન કાર્ડ હોવાનું બહાર આવ્યું છે. જો તમારી પાસે પણ એકથી વધુ પાન કાર્ડ છે, તો તમારા માટે વધુ સારું રહેશે કે તમે તેને સરેન્ડર કરી દો. આવકવેરા વિભાગનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ પાસે એકથી વધુ પાન કાર્ડ હોય તો તેને ઓછામાં ઓછી 6 મહિનાની સજા અને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સજા અને દંડ બંને વધી શકે છે.

ઓનલાઈન આવી રીતે કરાવી શકો છો લિંકઃ

-સૌથી પહેલાં ઈનકમ ટેક્સની વેબસાઈટ પર જાઉં.
-આધારકાર્ડમાં આપેલું નામ, પાન નંબર અને આધાર નંબર નાંખો.
-આધાર કાર્ડમાં માત્ર જન્મ વર્ષ જ લખેલું હોય તો સ્કાયર ટિક કરો.
-હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
-હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
-આધાર-પાન સાથે લિંક થઈ જશે. 

SMSથી આવી રીતે કરાવી શકો છો લિંકઃ
તમારે તમારા ફોનમાં UIDPAN ટાઈપ કરવું પડશે. તે પછી 12 અંકો વાળો આધાર નંબર લખો. પછી 10 અંકનો પાન નંબર લખો. હવે 567678 અથવા 56161 પર મોકલી આપો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news