Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટીઝના અનુસાર Oppo Reno ફોન ભારતીય બજારમાં 28 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઇવે6ટમાં Oppo Reno સાથે-સાથે Oppo Reno 10x Zoom Edition ને પણ લોન્ચ કરવામાં આવશે.

Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર (ઓપ્પો) ખૂબ જલદી ભારતીય બજારમાં Oppo Reno સીરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. ઓનલાઇન ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે આ સ્માર્ટફોનને આ ટીઝ કર્યો છે. હાલ ફોનની કિંમત અને સેલને લઇને કોઇ પ્રકારની જાણકારી સામે આવી નથી. આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ સ્માર્ટફોન ફક્ત ઓનલાઇન ઉપલબ્ધ થશે. ટીઝના અનુસાર આ સ્માર્ટફોનમાં ડુઅલ કેમેરા સેટ અપ આપવામાં આવ્યો છે. ટીઝના અનુસાર Oppo Reno ફોન ભારતીય બજારમાં 28 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઇવે6ટમાં Oppo Reno સાથે-સાથે Oppo Reno 10x Zoom Edition ને પણ લોન્ચ કરવામાં આવશે.

Oppo Reno સ્પેસિફિકેશન્સ
Oppo Reno માં 6.4 ઉંચની AMOLED ડિસ્પ્લે હશે, જેને ગોરિલ્લા ગ્લાસ 6થી સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ ફોનમાં Qualcomm Snapdragon 710 processor લગાવવામાં આવ્યું ચેહ. તેના બે મોડલ લોન્ચ કરવામાં આવશે. 6GB+128GB, 6GB+256GB અને 8GB+256GB. આ બેટરી 3765 mAh ની હશે. તેમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પ્રાઇમરી સેંસર 48 મેગાપિક્સલ અને સેકેંડ્રી કેમેરા 16 મેગાપિક્સલ હશે. 

Oppo Reno 10x Zoom Edition સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં 6.55 ઇંચની AMOLED ફૂલ એચડી ડિસ્પ્લે લાગેલી છે. સ્ક્રીનને ગોરિલ્લા ગ્લાસ 6થી સુરક્ષિત કરવામાં આવ્યો છે. તેમાં આ ડિસ્પ્લે ફિંગર પ્રિંટની સુવિધા આપવામાં આવી છે. તેની બેટરી 4065 mAh ની છે. આ સ્માર્ટફોનના બે મોડલ- 6GB+128GB, 6GB+256GB और 8GB+256GB લોન્ચ કરવામાં આવશે. સ્ટાર્ડડ મોડલમાં ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી સેંસર 48 મેગાપિક્સલ છે. આ ઉપરાંત અને 13 મેગાપિક્સલના બે કેમેરા લાગેલા છે. સેલ્ફી કેમેરો 16 મેગાપિક્સલ છે.

એક ન્યૂઝ પેપરમાં તેની કિંમતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર 6GB+128GB મોડલની કિંમત લગભગ 31,000 રૂપિયા 6GB+256GB મોડલની કિંમત લગભગ 34000 રૂપિયા અને 8GB+256GB મોડલની કિંમત 37000 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news