oppo એ લોન્ચ કરી મેશ ટોક ટેક્નોલોજી, 3Km સુધી નેટવર્ક અને બ્લ્યૂટૂથથી વાત કરી શકશે યૂઝર

ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પોએ શંઘાઇ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં બે નવી ટેક્નોલોજી રજૂ કરી. તેમાં એક મેશ ટોક અને બીજી આ સ્ક્રીન કેમેરા ટેક્નોલોજી છે. કંપનીએ દાવો કર્યો છે મેશ ટોક ટેક્નોલોજી દ્વારા ઓપ્પો ફોન યૂઝર ત્રણ કિલોમીટરના દાયરામાં મોબાઇલ નેટવર્ક, વાઇફાઇ અથવા બ્લ્યૂટૂથ વિના પરસ્પર વાત કરી શકશે. 

oppo એ લોન્ચ કરી મેશ ટોક ટેક્નોલોજી, 3Km સુધી નેટવર્ક અને બ્લ્યૂટૂથથી વાત કરી શકશે યૂઝર

નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પોએ શંઘાઇ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં બે નવી ટેક્નોલોજી રજૂ કરી. તેમાં એક મેશ ટોક અને બીજી આ સ્ક્રીન કેમેરા ટેક્નોલોજી છે. કંપનીએ દાવો કર્યો છે મેશ ટોક ટેક્નોલોજી દ્વારા ઓપ્પો ફોન યૂઝર ત્રણ કિલોમીટરના દાયરામાં મોબાઇલ નેટવર્ક, વાઇફાઇ અથવા બ્લ્યૂટૂથ વિના પરસ્પર વાત કરી શકશે અને મેસેજ મોકલી શકશે. આ ટેક્નોલોજીથી બેટરી પરફોમન્સ પર કોઇ અસર પડશે નહી. કંપનીએ કહ્યું કે ભીડવાળા વિસ્તારોમાં પણ આ ટેક્નોલોજી સારી રીતે કામ કરશે. ઓપ્પોએ આ ઉપરાંત આ સ્ક્રીન કેમેરા ફીચર પણ રજૂ કર્યું. અત્યાર સુધી આવેલા ફોનમાં કેમેરો સ્ક્રીનની બહાર હોય છે. 

Oppo એ આ ઉપરાંત વધુ એક ટેક્નોલોજી શંઘાઇમાં ચાલી રહેલા MWC માં રજૂ કરી છે. આ ટેક્નોલોજીનું નામ છે અંડર સ્ક્રીન કેમેરા (USC) ટેક્નોલોજી. તેમાં એક કસ્ટમાઇઝ્ડ કેમેરા મોડ્યૂલ આપવામાં આવ્યું છે જે વધુ લાઇટ કેપ્ચર કરે છે અને ઓપ્ટિમાઇઝ્ડ એલ્ગોરિધમ સાથે AI લર્નિંગ દ્વારા કેમેરા પર્ફોમન્સને ઇંપ્રૂવ કરે છે.  

તેમાં એક સારી ટ્રાંસપરેંટ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રાંસપરેંટ ડિસ્પ્લેના લીધે લાઇટ કેમેરા સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત તેનું સેંસર પણ અન્ય સેલ્ફી કેમેરા સાથે વધુ મોટું આપવામાં આવ્યું છે જેનું અપર્ચર પણ વધુ છે જે લેન્સને વધુ લાઇટ કેપ્ચર કરવામાં મદદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news