150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Oneplus લોન્ચ કરશે શાનદાર ફોન, જાણો તેની ખાસિયત

સ્માર્ટફોન કંપની વનપ્લસ વધુ એક ડિવાઇસ માર્કેટમાં ઉતારવા માટે તૈયાર છે. કંપની OnePlus Ace Pro ને ત્રણ ઓગસ્ટે લોન્ચ કરવાની છે. જાણો આ ફોનની ખાસિયત..
 

150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Oneplus લોન્ચ કરશે શાનદાર ફોન, જાણો તેની ખાસિયત

નવી દિલ્હીઃ વનપ્લસ પોતાનો નવો સ્માર્ટફોન OnePlus Ace Pro લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ જણાવ્યું કે ફોનને 3 ઓગસ્ટ સાંજે 7.30 કલાકે (સ્થાનીક સમય) લોન્ચ કરવામાં આવશે. સ્માર્ટફોનને Oppo Shop દ્વારા પ્રી-ઓર્ડર કરી શકાશે. કંપનીએ ફોનની સત્તાવાર તસવીર પણ જારી કરી છે. 

તેમાં સ્માર્ટફોનને બે કલર ઓપ્શન ગ્રીન અને બ્લેકમાં જોઈ શકે છે. તેમાં પંચ-હોલ ફ્રંટ કેમેરા અને પાછળ સ્ક્વારય શેપવાળું કેમેરા મોડ્યૂલ જોવા મળ્યું છે. કંપની OnePlus Ace Pro ને ચીનમાં ઉતારશે. જ્યારે આ દિવસે OnePlus 10T ને ભારતમાં લાવવામાં આવી રહ્યો છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે આ બંને ફોન એક જ છે. 

OnePlus Ace Pro ના સંભાવિત સ્પેસિફિકેશન
OnePlus Ace Pro માં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ડિસ્પ્લે 1080 x 2412 પિક્સલનું ફુલ એચડી+ રિઝોલ્યૂશન, 120Hz રિફ્રેશ રેટ અને ઇન સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે આવશે. ફોનમાં સ્નેપડ્રેગન 8 પ્લસ ઝેન 1 પ્રોસેસરની સાથે 16 GB સુધી રેમ અને 512 જીબી સુધી સ્ટોરેજ મળી શકે છે. 

ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં OIS સપોર્ટની સાથે 50 મેગાપિક્સલનો Sony IMX766 પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા હશે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. તે 150W રેપિડ ચાર્જિંગ સપોર્ટની સાથે 4,800mAh ની બેટરી મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news