આ લો, Work From Home માટે પણ આવી ગયું નવું પ્રોસેસર, કોમ્યુટર ચાલશે નહી દોડશે
આખી દુનિયામાં કોરોના વાયરસ (Coronavirus) કાળમાં જે સૌથી પ્રચલિત શબ્દ આવ્યો, તે છે વર્ક ફ્રોમ હોમ (Work From Home). ઘરેથી કામ કરનારની નવી વ્યવસ્થામાં કોમ્યુટર હેંગ થઇ જવું અને ધીમે ચાલવું સૌથી મોટી સમસ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોના વાયરસ (Coronavirus) કાળમાં જે સૌથી પ્રચલિત શબ્દ આવ્યો, તે છે વર્ક ફ્રોમ હોમ (Work From Home). ઘરેથી કામ કરનારની નવી વ્યવસ્થામાં કોમ્યુટર હેંગ થઇ જવું અને ધીમે ચાલવું સૌથી મોટી સમસ્યા છે. પરંતુ હવે તેનું પણ સમાધાન નિકળી ગયું છે કોમ્યુટર પ્રોસેસર બનાવનાર કંપની ઇન્ટેલએ લોકડાઉન (Lockdown) વચ્ચે 10th જનરેશનનું કોર વીપ્રો પ્રોસેસર (10th Generation Core vPro Processor) લોન્ચ કર્યું છે. અમે તમને જણાવીએ તેની ખૂબીઓ...
બિઝનેસ કોમ્યુટિંગ માટે વરદાન છે નવું પ્રોસેસર
ઇન્ટેલ Intel)એ 10th જનરેશનનું વીપ્રો (vPro) પ્રોસેસર લોન્ચ કરવામાં આવ્યું છે, જે રિમોટ વર્કફોર્સ માટે આગામી પેધીના બિઝનેસ કોમ્યુટિંગ નવાચારથી સજ્જ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે મોબાઇલ અને ડેસ્કટોપ પીસી પ્રોસેસરે ઉત્પાદકતા વધારવા, સારી કનેક્ટિવિટી, સુરક્ષા સુવિધાઓ અને દૂરસ્થ પ્રબંધન ક્ષમતામાં મદદ મળશે. આ ઉપરાંત કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમમાં પણ જોડાઇ રહેવામાં મદદ કરશે અને આ વધુ પ્રોડક્ટિવ અને સુરક્ષિત છે.
ઇન્ટેલના ઉપાધ્યક્ષ (ગ્રાહક કોમ્યૂટિંગ ગ્રુપ) અને જનરલ મેનેજર (કારોબારી ગ્રાહક મંચ) સ્ટેફન હોલફોર્ડે કહ્યું કે કારોબાર માટે ઇન્ટેલ વીપ્રો પ્લેટફોર્મ એક વ્યાપક પીસી આધાર છે અને આ ના ફક્ત આજનો પડકાર, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને પુરી કરવામાં પણ સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે ઘરમાં ચાલનાર ઇન્ટરનેટ કનેક્શન નબળા પ્રોસેસરના કારણે વધુ નબળુ થઇ જાય છે. હેવી ફાઇલો અને વર્ચુઅલ વર્ક સ્પેસમાં કામ કરતી વખતે સિસ્ટમ હેંગ પણ થવા લાગે છે. એવામાં એક નવા પ્રોસેસરની જરૂરિયાત ખૂબ લાંબા સમયથી મહસૂસની કરવામાં આવી રહી છે. નવા પ્રોસેસરના લોન્ચ થવાથી કંપનીઓને પ્રોડક્ટિવિટી વધારવામાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે