માર્કેટમાં આવી ગયો છે Nokia નો નવો ધાકડ સ્માર્ટફોન! જાણી લો શું છે ખાસિયત
Nokia XR21ને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. તે એક મજબૂત ફોન છે, તેને IP69K રેટિંગ મળી છે, જે ફોનને ધૂળ, હાઈ ટેમ્પરેચર અને પાણીમાં સુરક્ષિત બનાવે છે. ચાલો જાણીએ Nokia XR21ની કિંમત અને ફીચર્સ...
Trending Photos
HMD Global: ગ્લોબલ માર્કેટમાં Nokia XR21 નામનો પાવરફુલ સ્માર્ટફોન રજૂ થયો છે. આ નવો ફોન Qualcomm Snapdragon 695 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેમાં 64MP પ્રાઈમરી કેમેરા છે. આ ઉપરાંત, તે એક રગ્ડ ફોન છે, તેની રેટિંગ IP69K છે, જે ફોનને ધૂળ, હાઈ ટેમ્પરેચર અને પાણીમાં સુરક્ષિત બનાવે છે. ચાલો જાણીએ Nokia XR21ની કિંમત અને ફીચર્સ...
કંપનીનો દાવો છે કે આ એક મજબૂત ફોન છે, જે ઇન્ડોર અને આઉટડોર માટે બેસ્ટ પાર્ટનર બની શકે છે. નોંધનીય છે કે આ સ્માર્ટફોન પહેલા નોકિયા XR30 તરીકે રિલીઝ થવાની ધારણા હતી. જો કે, તેને Nokia XR21 તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. આવો જાણીએ ફોનની કિંમત...
આ પણ વાંચો:
Sushant Singh Rajput ની આ સુપરહિટ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ
OYO, BMW, Vodafone શું તમે આ વારંવાર વપરાતા શબ્દોના Full Forms જાણો છો?
ચંદ્રગ્રહણ પર રહેશે ગજલક્ષ્મી રાજયોગની અસર, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ!
Nokia XR21 Price
નોકિયા XR21 જર્મનીમાં EUR 599 (લગભગ રૂ. 54,216) માં ઉપલબ્ધ છે, અને યુકેમાં એકમાત્ર 6GB + 128GB મોડલ માટે GBP 499 (આશરે રૂ. 51,267)માં ઉપલબ્ધ થશે. તદ્દન નવી Nokia XR21 હાલમાં જર્મની અને પસંદગીના બજારોમાં ઉપલબ્ધ છે. તે જૂનથી યુકેમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનને બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે - પાઈન ગ્રીન અને મિડનાઈટ બ્લેક.
Nokia XR21 Specifications
Display: 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.49-ઇંચ FHD+ 20:9 ડિસ્પ્લે અને 550 nits બ્રાઇટનેસ
Rear Camera: LED ફ્લેશ સાથે 64MP રીઅર કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા
Front Camera: 16MP સેલ્ફી કેમેરા
Chipset: Qualcomm Snapdragon 695 એ ચિપસેટ છે જે Adreno 619L GPU
Storage: 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ
Battery: 4800mAh બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે
OS: એન્ડ્રોઇડ 12
IP Rating: IP68/IP69K.
Connectivity: 3.5mm ઑડિયો જેક, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, USB Type-C, બ્લૂટૂથ 5.1, સ્ટીરિયો સ્પીકર્સ
આ પણ વાંચો:
પાટીદારો વટ છે તમારો: આ ભારતીય બિઝનેસમેને USમાં કર્યા મ્હોંફાટ વખાણ, જાણો શું છે કેસ
રાશિફળ 5 મે: આ જાતકોને ગ્રહ ગોચર કરાવશે મબલક લાભ, તમારી પ્રગતિ જોઈને આંખો અંજાઈ જશે
ઘરમાં આ જગ્યાએ રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતોરાત બદલશે ભાગ્ય, ધનની નહીં રહે ખામી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે