સ્માર્ટફોન માર્કેટમાં OnePlusનો ધમાકો! નવા રૂપરંગમાં લોન્ચ કર્યો OnePlus 12R, આટલું મળશે મફત

OnePlus 12R Sunset Dune Launch: OnePlus આ વર્ષે લૉન્ચ કરેલા તેના મિડ-રેન્જ પ્રીમિયમ સ્માર્ટફોન OnePlus 12Rનું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. કંપનીએ થોડા સમય પહેલા આ ફોનનું Genshin Impact મોડલ લોન્ચ કર્યું હતું. હવે બ્રાન્ડે તેનો સનસેટ ડ્યૂન કલર લોન્ચ કર્યો છે.

સ્માર્ટફોન માર્કેટમાં OnePlusનો ધમાકો! નવા રૂપરંગમાં લોન્ચ કર્યો OnePlus 12R, આટલું મળશે મફત

OnePlus 12R Sunset Dune Launch: વનપ્લસે પોતાનો પ્રીમિયમ મિડ રેન્જ સ્માર્ટફોન OnePlus 12R ના નવા વેરિયન્ટને લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને સનસેટ ડ્યૂન કલરમાં ઈન્ટ્રોડ્યૂસ કર્યો છે. તેના પર 3000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ અને બીજી ઓફર્સ પણ મળી રહી છે. આ ફોન 50MPનો પ્રાઈમરી કેમેરા અને 5500mAh ની બેટરીની સાથે આવે છે. આવો જાણીએ તેની માહિતી.
 
OnePlus આ વર્ષે લૉન્ચ કરેલા તેના મિડ-રેન્જ પ્રીમિયમ સ્માર્ટફોન OnePlus 12Rનું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. કંપનીએ થોડા સમય પહેલા આ ફોનનું Genshin Impact મોડલ લોન્ચ કર્યું હતું. હવે બ્રાન્ડે તેનો સનસેટ ડ્યૂન કલર લોન્ચ કર્યો છે. તેના સ્પેસિફિકેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને માત્ર નવો કલર મળશે. આ ફોન AMOLED ડિસ્પ્લે, Snapdragon 8 Gen 2 પ્રોસેસર અને પાવરફુલ બેટરી સાથે આવે છે. તેમાં તમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. ચાલો જાણીએ તેની કિંમત અને અન્ય વિગતો.

કેટલી છે કિંમત?
OnePlus 12Rને કંપનીએ Sunset Dune કલરમાં લૉન્ચ કર્યો છે. તેની કિંમત 42,999 રૂપિયા છે. આ કિંમત ફોનના 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની છે. આ ફોનનું વેચાણ 20 જુલાઈથી શરૂ થશે. ICICI બેંક કાર્ડનો ઉપયોગ કરીને તમને તેના પર 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે, ગ્રાહકોને કોઈપણ વધારાના ખર્ચ વિના OnePlus Buds 3 મેળવી શકે છે.

શું છે સ્પેસિફિકેશન્સ?
ફોનના સ્પેસિફિકેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 6.78-ઇંચની AMOLED LTPO ડિસ્પ્લે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 4500 Nits છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે સ્ક્રીન છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 આપવામાં આવ્યું છે.

સ્માર્ટફોન એલ્યુમિનિયમ ફ્રેમ અને ગ્લાસ બેકની સાથે આવે છે. આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 2 પર કામ કરે છે. તેમાં 16GB સુધી રેમનો વિકલ્પ છે. હેન્ડસેટ લેટેસ્ટ Android 14 પર આધારિત Oxygen OS પર કામ કરે છે.

તેમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય લેન્સ 50MP છે. આ સિવાય 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MP મેક્રો લેન્સ ઉપલબ્ધ છે. જ્યારે ફ્રન્ટમાં કંપનીએ 16MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઈસને પાવર આપવા માટે 5500mAh બેટરી આપવામાં આવી છે, જે 100W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news