Motorola ભારતમાં લોન્ચ કરશે સૌથી સસ્તો 5G ફોન, જાણો શું હશે ફીચર્સ
Motorola એ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ ભારતમાં એક મિડ રેંજ સ્માર્ટફોન ઉતારવાની યોજના બનાવી છે.
Trending Photos
નવી દિલ્હી: જ્યારે દુનિયાની સૌથી મોટી મોબાઇલ બ્રાંડ પોતાના 5G સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે તો પછી મોટોરોલા કેમ પાછળ રહી શકે. Motorola એ પણ 5G સ્માર્ટફોન સેગમેંટમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે Motorola આ સેગમેંટમાં સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરશે.
ટેક સાઇટ gizbot ના અનુસાર Motorola એ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ ભારતમાં એક મિડ રેંજ સ્માર્ટફોન ઉતારવાની યોજના બનાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 5G સ્માર્ટફોન સેગમેંટમાં નવા હેંડસેટૅની કિંમત ખૂબ ઓછી હશે.
ઘણા બ્રાંડ્સ સાથે થશે ટક્કર
iPhone 12 લોન્ચ થયા બાદથી જ 5G સેગમેંટમાં ટક્કર શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં જ OnePlus અને Samsung પણ આ સેગમેંટમાં પોતાના ઘણા સ્માર્ટફોન્સ ઉતારવાની તૈયારી કરી રહી છે. એવામાં મોટોરોલા પણ પાછળ રહેવા માંગતી નથી. કંપની ખૂબ જલદી પોતાના નવા સ્માર્ટફોનને ભારતમાં ઉતારી શકે છે.
ટ્રિપલ રિયર કેમેરાથી સજ્જ
Motorola Moto G 5G ના કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે, જોકે Samsung GM1 સેંસર સાથે છે. આ સાથે જ 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેંસ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેંસરવાળો ત્રીજો કેમેરા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે