આ તારીખે ભારતમાં લોન્ચ થશે Motorola One Action, જાણ શું છે તેના ફીચર

આ સ્માર્ટફોનનું સારૂ ફીચર તેનો 117 ડિગ્રીનો વાઇડ એન્ગલ કેમેરો છે, જેને વીડિયો રેકોર્ડિંગ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. 
 

આ તારીખે ભારતમાં લોન્ચ થશે  Motorola One Action, જાણ શું છે તેના ફીચર

નવી દિલ્હીઃ ઘણી રાહ જોયા બાદ Motorola One Action પરથી પડદો ઉઠી ગયો છે. મોટોરોલા (Motorola)એ સ્માર્ટફોનને યૂરોપની માર્કેટમાં લોન્ચ કર્યો છે. જાણકારી પ્રમાણે, ભારતમાં આ સ્માર્ટફોન 23 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનનું બેસ્ટ ફીચર તેનો 117 ડિગ્રીનો વાઇડ એન્ગલ કેમેરા છે, જેને વીડિયો રેકોર્ડિંગ માટે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 12MPનો પ્રાઇમરી સેન્સર છે. તેની મદદથી 4K રિઝોલ્યુશનમાં વીડિયો શૂટ કરી શકાય છે. 5 મેગાપિક્સલનો સેકેન્ડ્રી ડેફ્થ કેમેરા આપવામાં આવ્યો છે. ત્રીજો કેમેરો પણ વાઇડ એન્ગલ છે, પરંતુ તેની મદદથી વાઇડ એન્ગલ ફોટો ન લઈ શકાય. આ સ્માર્ટફોનમાં પંચ હોલ 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 

— Motorola Global (@Moto) August 16, 2019

અન્ય સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.3 ઇંચની ફુલ એચડી+ LCD સ્ક્રીન છે. 
Exynos 9609 પ્રોસેસર આપવામાં આવ્યું છે. રેમ 4 જીબી અને ઇન્ટરનલ મેમરી 128 જીબી છે. તેની કેપેસિટી 3500 mAhની છે. યૂરોપ માર્કેટમાં આ સ્માર્ટફોન 299 યૂરોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 23500 રૂપિયા આસપાસ હોઈ શકે છે. આ પહેલા ભારતમાં Motorola One લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની વર્તમાન કિંમત 19999 રૂપિયા છે. આશા છે કે Motorola One Actionની કિંમત તેનાથી ઓછી હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news