એવું શું છે આ 75 હજાર રૂપિયાના નવા Motorola Edge+ ફોનમાં? અહીં જાણો ખૂબીઓ
Trending Photos
નવી દિલ્હી: જો મોંઘા ફોનની વાત કરવામાં આવે તો આપણા મગજમાં ફક્ત (Apple) અને સેમસંગ (Samsung)ના ફોનમાં આવે છે. તેના મોંઘા ફોન હોવાના કારણે તેની બ્રાંડ વેલ્યૂ અને ઘણા યૂનિક ફિચર્સ છે. પરંતુ જો કોઇ તમને કહે કે ચીની મોબાઇલ કંપની Motorola પોતાનો ફોન 75,000 રૂપિયામાં વેચી રહી છે તો તમારા મનમાં પહેલો પ્રશ્ન એ થશે કે આખરે એવું શું ખાસ વાત છે? આખરે કઇ કંપની આટલો મોંઘો ફોન વેચી રહી છે? આવો જાણો મોટોરોલાના એક નવા ફોન વિશે...
Edge+ મોટોરોલાનો ફ્લેશિપ સ્માર્ટફોન છે
મોટોરોલાએ પોતાના બહુપ્રતિક્ષિત એઝ પ્લસ (Motorola Edge+) ફોનનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તેના વિશે ખાસ વાત એ છે કે આ ફ્લેગશિપ સ્માર્ટફોન 'એઝ પ્લસ 5G સપોર્ટ, ડાયનામિક અને ઇમર્સિવ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં આ ફોનની કિંમતમાં 74999 રૂપિયા હશે.
સ્ક્રીન અને પ્રોસેસર છે આ ફોનનો જીવ
આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેને કંપની એંડલેસ એઝ ડિસ્પ્લે ગણાવી રહી છે. તેમાં 90 એચઝેડ રિફ્રેશ રેટ સાથે એચડીઆર 10 પ્લસનો સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે જ મોબાઇલને સુપરફાસ્ટ બનાવવા માટે ડિવાઇસ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 865 સોસ દ્વારા સંચાલિત છે. તેને ફક્ત એક વેરિએન્ટ 12GB રેમ અને 256 GB સ્ટોરેજમાં રજૂ કરવામાં આવ્યું છે.
કેમેરો એવો જે દિવાના બનાવી દે
પ્રાઇમરી સેન્સર 108 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ છે, જે 117 ડિગ્રીના વ્યૂ ફીલ્ડ (એફઓવી) સાથે છે. તેમાં એક 8 પ્રાઇમરીની ટેલીફોટો છે જ્યારે એક (ટીઓએફ) એટલે કે ટાઇમ ઓફ ફ્લાઇટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિસ્પ્લે કવ્ર્ડ હોવાથી ફોનની બંને સાઇડ્સમાં કોઇ બેજલ્સ જોવા મળતી નથી. સેલ્ફી કેમેરા માટે પંચ હોલ ટોપ-લેફ્ટ કોર્નરમાં આપવામાં આવશે.
ભારતમાં ઓનલાઇન બુકિંગ શરૂ
તમે Motorola Edge+ ફ્લિપકાર્ટ દ્વારા પ્રી-બુક કરાવી શકો છો. આ સ્માર્ટફોન ભારતમાં 26મેથી વેચાવવાનું શરૂ થશે. ગ્રાહક આઇસીઆઇસીઆઇ ક્રેડિટ કાર્ડ (ICICI Credit Card) દ્વારા 7,500 રૂપિયાના ફ્લેટ કેશબેક સાથે પ્રાપ્ત કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે