108MP કેમેરા સાથે Motorola Edge+ લોન્ચ, મળી રહ્યું છે ₹15000નું ડિસ્કાઉન્ટ


મોટોરોલાએ થોડા દિવસ પહેલા ગ્લોબલ માર્કેટમાં પોતાની લેટેસ્ટ ફ્લેગશિપ સિરીઝ લોન્ચ કરી હતી. આ સિરીઝના ટોપ-ઓફ-ધ-લાઇન ડિવાઇસને ભારતમાં લાવવામાં આવી છે. 
 

108MP કેમેરા સાથે Motorola Edge+ લોન્ચ, મળી રહ્યું છે ₹15000નું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ મોટોરોલાએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Motorola Edge+ છે. મોટોરોલાના આ સ્માર્ટફોનને એક ઓનલાઇન-ઓનલી ઇવેન્ટમાં ફ્લિપકાર્ટ પર લોન્ચ કરવામાં આવ્યો છે. મોટોરોલાનો આ ફોન એક્સક્લૂઝિવ રૂપથી ફ્લિપકાર્ડ પર જ મળશે. Motorola Edge+ પર સારી ઓફર મળી રહી છે. ફ્લિપકાર્ટ આ ફોન પર 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. 108 મેગાપિક્સલ કેમેરા વાળા આ ફોનમાં લેટેસ્ટ ક્વાલકોમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

Motorola Edge+ ની કિંમત અને ફીચર્સ
મોટોરોલાએ થોડા દિવસ પહેલા ગ્લોબલ માર્કેટમાં પોતાની લેટેસ્ટ ફ્લેગશિપ સિરીઝ લોન્ચ કરી હતી. આ સિરીઝના ટોપ-ઓફ-ધ-લાઇન ડિવાઇસને ભારતમાં લાવવામાં આવી છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળા આ ફોનની કિંમત ભારતમાં 89,999 રૂપિયા રાખવામાં આવી છે, પરંતુ ફ્લિપકાર્ટ તેના પર 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે અને તેને માત્ર 74,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ડિવાઇસને ફ્લિપકાર્ડ પરથી સંગ્રિયા અને થંડર ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. 

ફોન પર મળી રહેલા ફ્લેટ 15000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સિવાય બાકી ઓફર્સની વાત કરીએ તો ફ્લિપકાર્ડ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 ટકાનું અનલિમિટેડ કેશબેક મળી રહ્યું છે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેન્ક ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ 7500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફન 12 મહિના સુધી 2564 રૂપિયા ઈએમઆઈ આપીને પણ ખરીદી શકાય છે. 

Motorola Edge+ ના સ્પેસિફિકેશન્સ
મોટોરોલાના નવા સ્માર્ટફોનનો કેમેરો અને ડિસ્પ્લે બંન્ને તેને ખાસ બનાવે છે. તેની સાથે જોડાયેલી વધુ એક નવી વાત તે છે કે ફોનમાં  3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. ફોનમાં 6.7 ઇંચની HD+ OLED કર્વ્ડ ડિસ્પ્લે મળે છે, જેનો રિફ્રેશ રેટ  90Hz  આપવામાં આવ્યો છે અને તે    HDR10+ સપોર્ટની સાથે આવે છે. ડિસ્પ્લે કર્વ્ડ હોવાને કારણે ફોનની બંન્ને સાઇડમાં બેજલ્સ દેખાતા નથી. સેલ્ફી કેમેરા માટે પંચ હોલ ટોપ-લેફ્ટ કોર્નરમાં આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં ક્વોલકોમનું લેટેસ્ટ સ્નૈપડ્રૈગન 865 પ્રોસેસર 12GB LPDDR5 રેમની સાથે આપવામાં આવ્યું છે.

માત્ર 3 મિનિટમાં વેચાઇ ગયા 70 હજાર ફોન, લાંબા સમયથી લોકોને હતો ઇંતઝાર

વાત કરીએ કેમેરા સેટઅપની તો ડિવાઇસની રિયર પેનલ પર વર્ટિકલ સેટઅપમાં 108 મેગાપિક્સલનો  f/1.8 અપર્ચર વાળો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય બીજો 16 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને ત્રીજો 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ 3x ઓપ્ટિકલ ઝૂમની સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં ડેપ્થ સેન્સિંગ માટે ટાઇણ ઓફ ફ્લાઇટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 25 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળે છે. તેમાં 5000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. આ રિવર્સ વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news