ભારતમાં લોન્ચ થશે મોટોરોલાનો દમદાર Moto G51 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Motorola તરફથી જારી ટીઝર અનુસાર Moto G51 5G સ્માર્ટફોન 10 ડિસેમ્બરે ભારતીય બજારમાં એન્ટ્રી કરશે. આ ડિવાઇસ બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે અને તેનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઇટ Flipkart થી થશે.

ભારતમાં લોન્ચ થશે મોટોરોલાનો દમદાર Moto G51 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ Motorola નો અપકમિંગ સ્માર્ટફોન Moto G51 5G છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં લોન્ચિંગને લઈને ચર્ચામાં બનેલો છે. હાલમાં ટેક ટિપ્સ્ટરે આગામી ફોનની લોન્ચિંગનો ખુલાસો કર્યો હતો. હવે કંપનીએ વીડિયો ટીઝર રિલીઝ કરી લોન્ચિંગ ડેટની જાહેરાત કરી છે. પરંતુ Moto G51 સ્માર્ટફોનની કિંમત કે સ્પેસિફિકેશનને લઈને હજુ કોઈ જાણકારી મળી નથી. 

Motorola તરફથી જારી ટીઝર અનુસાર Moto G51 5G સ્માર્ટફોન 10 ડિસેમ્બરે ભારતીય બજારમાં એન્ટ્રી કરશે. આ ડિવાઇસ બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે અને તેનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઇટ Flipkart થી થશે. આ સિવાય અન્ય જાણકારી મળી નથી. 

Moto G51 5G ના સ્પેસિફિકેશન (સંભવિત)
મીડિયા રિપોર્ટ પ્રમાણે Moto G51 5G સ્માર્ટફોન 6.8 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લેની સાથે આવશે. તેનું રિઝોલ્યૂશન 1080 x 2400  પિક્સલ, આસ્પેક્ટ રેશિયો  20:9 અને રિફ્રેશ રેટ 120Hz હશે. આ ડિવાઇસમાં Snapdragon 480 Plus પ્રોસેસર, 8GB રેમ અને 128GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે. આ આગામી હેન્ડસેટ Android 11 બેસ્ડ My UX ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

Moto G51 5G નો કેમેરો
Moto G51 5G સ્માર્ટફોનમાં 50MP નું પ્રાઇમરી સેન્સર,  8MP નો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MP નું મેક્રો સેન્સર આપવામાં આવશે. જ્યારે સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 13MP કે 16MP નો કેમેરો મળી શકે છે. 

Moto G51 5G ની બેટરી અને કનેક્ટિવિટી
Moto G51 5G સ્માર્ટફોન  5,000mAh ની બેટરીથી લેસ હોઈ શકે છે. તેની બેટરી 10 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. આ ડિવાઇસમાં કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ, જીપીએસ, બ્લૂટૂથ, ઓડિયો જેક અને યૂએસબી ટાઈપ-સી પોર્ટ આપવામાં આવશે. 

Moto G51 5G ની સંભવિત કિંમત
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે Moto G51 5G ની કિંમત 19,999 રૂપિયાની આસપાસ રાખી શકાય છે. આ ફોનની અસલ કિંમતની જાણકારી લોન્ચિંગ ઇવેન્ટ બાદ મળશે. હાલ કંપની તરફથી હજુ સુધી કિંમતની કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news