આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છે
Top 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ Most Fuel Efficient Petrol Cars Top 10 List: કોણ કહે છે કે પેટ્રોલ કારો માઇલેજ આપતી નથી, પરંતુ કેટલીક કરો એવી છે કે જે સારી માઇલેજ આપેછે.ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરીએ તો કહેવામાં આવે છે કે સારી રીતે કાર ચલાવવા પર સારી એવરેજ મળે છે. આજે અમે તમને રસપ્રદ જાણકારી આપી રહ્યાં છીએ, જેને પેટ્રોલ કારોમાં સારૂ માઇલેજ જોઈએ. હકીકતમાં માર્કેટમાં ઘણી એવી પેટ્રોલ કારો છે, જેનું ફ્યૂલ એસિસિએન્સી સારી છે. સ્ટ્રોન્ગ હાઇબ્રિડ ટેક્નોલોજીથી લેસ પેટ્રોલ કારો તો સીએનજી કારોને ટક્કર આપી રહી છે. તો આવો જાણીએ ધાંસૂ માઇલેજ આપનારી ટોપ 10 પેટ્રોલ કારો વિશે.
મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રૂઝર હાઈરાઇડર
મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડરને પેટ્રોલની સાથે સ્ટ્રોન્ગ હાઇબ્રિડ ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે અને તે સૌથી વધુ માઇલેજ આપનારી એસયુવી છે. તેની માઇલેજ 27.93 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.
હોન્ડા સિટી હાઇબ્રિડ
હોન્ડા સિટીને પેટ્રોલ એન્જિન અને સ્ટ્રોન્ગ હાઇબ્રિડ ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે, જે Honda City e:HEV છે અને તેની માઇલેજ 27.13 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.
મારૂતિ સુઝુકી વેગનઆર
મારૂતિ સુઝુકી વેગનઆરના પેટ્રોલ વેરિએન્ટ્સની માઇલેજ 25.19 કિલોમીટર પ્રતિ લીટર સુધીની છે.
મારૂતિ સુઝુકી સિલેરિયો
મારૂતિ સુઝુકીની સત્તી હેચબેક સિલેરિયોના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 25.96 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.
મારૂતિ સુઝુકી અલ્ટો કે10
મારૂતિ સુઝુકીની સૌથી સસ્તી કાર અલ્ટો કે10ના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 24.9 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.
મારૂતિ સુઝુકી ડિઝાયર
મારૂતિ સુઝુકી ડિઝાયરના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 22.61 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.
મારૂતિ સુઝુકી સ્વિફ્ટ
મારૂતિ સુઝુકીના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 22.56 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.
મારૂતિ સુઝુકી બલેનો અને ટોયોટા ગ્લેન્ઝા
મારૂતિ બલેનો અને ટોયોટા ગ્લેન્ઝાના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 22.64 કિલોમીટર પ્રતિ લીટર સુધીની છે.
મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ અને ટોયોટા ટાઇઝર
મારૂતિ સુઝુકી અને ટોયોટાની ક્રોસઓવર ફ્રોન્ક્સ અને ટાઇઝરના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 22.89 કિલોમીટર પ્રતિ લીટર સુધીની છે.
ટોયોટા ઇનોવા હાઇક્રોસ અને મારૂતિ સુઝુકી ઇનવિક્ટો
આ બંને ગાડીઓ પ્રીમિયમ એમપીલી છે અને તેમાં પેટ્રોલ અને સ્ટ્રોન્ગ હાઇબ્રિડ પાવરટ્રેન મળે છે, જેની માઇલેજ 23.24 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે