ભારતમાં 90 ટકા લોકો આ 5 કંપનીઓના ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદે છે, ફેબ્રુઆરીમાં 80 હજારથી વધુ સ્કૂટર વેચાયા

ભારતમાં પાછલા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં 80 હજારથી વધુ ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ થયું છે અને તેમાં ટોપની 4 કંપનીઓએ 70 હજારથી વધુ ઈલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે. 

ભારતમાં 90 ટકા લોકો આ 5 કંપનીઓના ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદે છે, ફેબ્રુઆરીમાં 80 હજારથી વધુ સ્કૂટર વેચાયા

નવી દિલ્હીઃ ભારતમાં દર મહિને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના વેચાણનો ગ્રાફ વધી રહ્યો છે અને તેનાથી ખ્યાલ આવે છે કે ધીમે-ધીમે ઝીરો એમિશન તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ. પાછલા મહિને એટલે કે ફેબ્રુઆરી 2024ના આંકડા જોઈએ તો 80,000થી વધુ લોકોએ ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યા છે. સૌથી રસપ્રદ વાત છે કે ઓલા ઈલેક્ટ્રિક, ટીવીએસ મોટર કંપની, બજાજ ઓટો, એથર એનર્જી અને ગ્રીવ્સ ઈલેક્ટ્રિક જેવી ટોપ 5 કંપનીઓના ઈલેક્ટ્રિક સ્ટૂકર્સનું સૌથી વધુ વેચાણ થાય છે અને તેનો માર્કેટ શેર આશરે 90 ટકા છે.

ફેબ્રુઆરી 2024માં 81963 ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર વેચાયા, જે જાન્યુઆરીના 81927 યુનિટના મુકાબલે 36 વધુ છે. ભારતમાં આશરે 170 કંપનીઓના ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક વેચાઈ છે, પરંતુ તેમાં પાંચ પ્લેયર્સ એવા છે, જેની પ્રોડક્ટ લોકોને સૌથી વધુ પસંદ છે અને તે છે ઓલા ઈલેક્ટ્રિક, ટીવીએસ, બજાજ, એથર અને એમ્પિયર. આ પાંચ કંપનીઓએ ફેબ્રુઆરીમાં 71428 ઈવી ટૂ-વ્હીલરનું વેચાણ કર્યું અને આ કુલ આંકડાના 87 ટકા છે. 

ઓલા ઈલેક્ટ્રિકે વેચ્યા 33722 સ્કૂટર
ફેબ્રુઆરી 2024માં ઓલા ઈલેક્ટ્રિકે ભારતીય બજારમાં સૌથી વધુ 33722 ઈલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા અને તે કુલ વેચાણના 41 ટકા છે. ઓલા ઈલેક્ટ્રિક એસ1 સિરીઝના સ્કૂટર વેચે છે, જેમાં ઓલા એસ1 એર, ઓલા એસ1 એક્સ, ઓલા એસ1 એક્સ પ્લસ અને ઓલા એસ1 પ્રો મુખ્ય છે. જાન્યુઆરી 2024માં કંપનીએ 32216 સ્કૂટર વેચ્યા હતા.

ટીવીએચે પાછલા મહિને 14499 સ્કૂટરનું કર્યું વેચાણ
ટીવીએસ મોટર કંપનીએ ફેબ્રુઆરી 2024માં કુલ 14499 સ્કૂટર વેચ્યા જે કુલ માર્કેટ શેરના 18 ટકા છે. ટીવીએસ ભારતમાં આઈક્યૂબ ઈલેક્ટ્રિક સ્કૂટર વેચે છે, જે લુક અને ફીચર્સના મામલામાં ખુબ સારા છે. 

બજાજે ફેબ્રુઆરીમાં વેચ્યા 11618 ઈ સ્કૂટર
બજાર ઓટોએ પાછલા મહિને ભારતમાં 11618 ઈવી સ્કૂટર વેચ્યા, જે કુલ માર્કેટના 14 ટકા છે. બજાજ ઓટોનું ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર ખુબ પોપુલર છે અને દર મહિને તેનું સારૂ વેચાણ થાય છે. ચોથા નંબર પર એથર એનર્જી છે, જેના ઈલેક્ટ્રિક સ્કૂટરને 8983 લોકોએ ખરીદ્યા અને તેનું માર્કેટ શેર 11 ટકા છે. ત્યારબાદ એમ્પિયરના ઈલેક્ટ્રિક સ્કૂટરને 2606 ગ્રાહકોએ ખરીદ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news