Instagram એ જાહેર કર્યા નવા ફીચર્સ! જાણીને યુઝર્સ બોલ્યા- 'અમે પ્રેમમાં પડ્યા, અમારી પ્રાર્થના પુરી થઈ..'

Instagram Facebook Update 2022: અમે તમને અગાઉ જણાવ્યું તેમ, મેટાએ Instagram તેમજ Facebook માટે એક અપડેટ બહાર પાડ્યું છે. ફેસબુક રીલ્સ પણ હવે યુઝર વેબ બ્રાઉઝર દ્વારા બનાવી શકાશે. તેણે એડિટ અને શિડ્યૂલ પણ કરી શકાશે અને ફરીથી તેણે પબ્લિશ પણ થઈ શકશે. આ બધું ક્રિએટર સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે.

Instagram એ જાહેર કર્યા નવા ફીચર્સ! જાણીને યુઝર્સ બોલ્યા- 'અમે પ્રેમમાં પડ્યા, અમારી પ્રાર્થના પુરી થઈ..'

Instagram Reels 90 Seconds Update: મોટાભાગના લોકો આજકાલ Instagram નો ઉપયોગ કરે છે. ઘણી સુવિધાઓથી સજ્જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રીલ્સ ફીચર સાથે પણ આવે છે. જે એક એવી સુવિધા છે કે જેના પર યુઝર્સ કલાકો વિતાવી રહ્યા છે, ક્યારેક તેને જોવામાં અને ક્યારેક બનાવવામાં લોકો અનેક સમય વિતાવે છે. આ રીલ્સને લગતું એક અપડેટ આવ્યું છે, જેનાથી યૂઝર્સ ઘણા જ ખૂબખુશાલ થયા છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર ઘણા નવા ફીચર્સ આવ્યા છે. આવો જાણીએ તેમના વિશે બધું.

Instagram Reels સાથે જોડાયેલી આ દિલસ્પર્શ ફીચર્સ
તમને જણાવી દઈએ કે અપડેટમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં કુલ 4 ફીચર્સ એડ કરવામાં આવી છે. હવે યૂઝર્સ રીલ્સ બનાવતી વખતે પોતાની જાતે ખુદના ઓડિયો ક્લિપ્સને ઈમ્પોર્ટ કરીને ઉપયોગ કરી શકશે. ધ્યાન રાખો કે આ ક્લિપ પાંચ સેકેન્ડથી વધારે લાંબી હોવી જોઈએ. જે રીતે ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર પોલ, ક્લિઝ અને ઈમોઝી સ્ટિકર લગાવવામાં આવી શકે છે, તે રીતે હવે તેણે રીલ્સમાં પણ એડ કરવામાં આવશે. ઈન્સ્ટાગ્રામ રીલની મેક્સિમમ લેન્થને વધારીને 90 સેકેન્ડ કરી નાંખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રીલ્સની મહત્તમ લેન્થ 60 સેકેન્ડની હતી.

ફેસબુક રીલ્સ પણ અપડેટ
અમે તમને અગાઉ જણાવ્યું તેમ, મેટાએ Instagram તેમજ Facebook માટે એક અપડેટ બહાર પાડ્યું છે. ફેસબુક રીલ્સ પણ હવે યુઝર વેબ બ્રાઉઝર દ્વારા બનાવી શકાશે. તેણે એડિટ અને શિડ્યૂલ પણ કરી શકાશે અને ફરીથી તેણે પબ્લિશ પણ થઈ શકશે. આ બધું ક્રિએટર સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે.

ફેસબુક રીલ્સમાં વધુ એક ફીચર જાહેર કરવામાં આવ્યું છે, જે ક્લિપિંગ ટૂલ ફીચર છે, જેનાથી યૂઝર્સ લાંબા વીડિયોમાંથી નાની ક્લિપ્સ બનાવી શકાશે. આ ફીચરની મદદથી યૂઝર્સ પોતાના સ્ટ્રીમથી એક નાની વીડિયો ક્લિપને કાઢીને રીલની જેમ પોસ્ટ પણ કરી શકશો.

Instagram-Facebook ને મળ્યું નવું અપડેટ
મેટા કંપનીની માલિકીની સોશિયલ મીડિયો પ્લેટફોર્મ, ઈસ્ટાગ્રામ અને ફેસબુક બન્નેમાં એક નવું અપડેટ મળ્યું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા યૂઝર્સને મળેલ અપડેટ્સ એપના રીલ્સ ફીચર સાથે સંબંધિત છે. આ અપડેટમાં રીલ્સ હવે યૂઝર્સને નવા એડિટિંગ ટૂલ્સ, ડેસ્કટોપ પર રીલ્સ બનાવવા અને શેડ્યૂલ કરવાની તક અને ઘણી વધુ રસપ્રદ સુવિધાઓ આપે છે. આ સુવિધાઓ ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે.

Facebook-Instagram Reels ને TikTok નું ફીચર મળ્યું
ઉપરોક્ત ફીચર્સ સિવાય આવા બે ફીચર્સ પણ છે, જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ્સને આપવામાં આવ્યા છે. આ ફિચર્સ પહેલા TikTok પર જોવામાં આવ્યું હતું. Instagram Reels એક નવું ફીચર, 'Timestamps' ફીચર લઈને આવ્યું છે, જેમાં યુઝર્સ તેમના ફોટા અને વીડિયોને કોઈપણ ટ્રેન્ડ કે ગીત સાથે મેચ કરી શકે છે.

ફેસબુક રીલ્સ પર TikTokનું એક ફીચર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેનું નામ 'Sound Sync' છે. TikTokના આ ફીચરની મદદથી યૂઝર્સની વીડિયો ક્લિપ્સ ફેસબુક રીલ્સ પરના ગીતના બીટ્સ સાથે ઓટોમેટિક સિંક થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news