હાઇબ્રિડ કાર ખરીદવી હોય તો પૈસા રાખો તૈયાર! આવનારા મહિનામાં થશે 5 કારની એન્ટ્રી, જાણો વિગત
ભારતીય માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષથી હાઇબ્રિડ પાવરટ્રેનથી લેસ કારોની ડિમાન્ડ સતત વધી રહી છે. હાઇબ્રિડ એન્જિનથી લેસ કારોને ઈલેક્ટ્રિક કારોના વિકલ્પ તરીકે જોઈ શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી હાઇબ્રિડ પાવરટ્રેનથી લેસ કારોની ડિમાન્ડ સતત વધી રહી છે. હાઇબ્રિડ એન્જિનથી લેસ કારોને ઈલેક્ટ્રિક કારોના વિકલ્પ તરીકે જોઈ શકાય છે. હાઇબ્રિડ એન્જિન ગ્રાહકોને માત્ર પેટ્રોલ અને ડીઝલ એન્જિન પર ચાલતી કારોની તુલનામાં દમદાર માઇલેજ ઓફર કરે છે. હાઇબ્રિડ કારોમાં ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે ફ્યૂલની બચત કરવામાં મદદ કરે છે. ડિમાન્ડમાં તેજીને જોતા મારૂતિથી ટોયોટા જેવી કંપનીઓ આવનારા સમયમાં હાઇબ્રિડ કાર લોન્ચ કરી રહી છે. આવો જાણીએ આવી 5 અપકમિંગ હાઇબ્રિડ કારો વિશે...
Maruti Grand Vitara અને Toyota Hyryder
મારૂતિ સુઝુકી પોતાની પોપુલર મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડરના 7-સીટર વેરિએન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બંને કારને વર્ષ 2025ની શરૂઆતમાં લોન્ચ કરી શકાય છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અપકમિંગ કારોમાં 1.5 લીટર માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ અને 1.5-લીટર સ્ટ્રોંગ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે.
Toyota Fortuner
ભારતીય ગ્રાહકો વચ્ચે ટોયોટાની સૌથી પોપુલર એસયુવીમાંથી એક ફોર્ચ્યુનર, હવે માઇલ્ડ-હાઇબ્રિડ વર્ઝનમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અપકમિંગ ટોયોટા ફોર્ચ્યુનર માઇલ્ડ હાઇબ્રિડ એસયુવી વર્ષ 2024ના અંત કે 2025ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે.
New-Gen Maruti Suzuki Swift & Dzire
છેલ્લા કેટલાક વર્ષોમાં મારૂતિ સ્વિફ્ટ કંપનીની બેસ્ટ સેલિંગ હેચબેક અને ડિઝાયર બેસ્ટ સેલિંગ સેડાનમાંથી એક રહી છે. હવે કંપની બંને કારોનો અપડેટેડ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની પોતાની બંને કારોમાં 1.2-સીટર Z- સિરીઝ 3-સિલિન્ડર માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન ઓફર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે