નામ બડે દર્શન છોટે! દેશમાં નંબર 1 પણ વિદેશમાં ઠેંગો, 31 દિવસમાં ફક્ત 43 યૂનિટ વેચાયા
મારૂતિ વેગનઆરના નામે 2203 માં સૌથી વધુ નંબર 1 કાર બનાવવાનો રેકોર્ડ છે. એટલું જ નહી એક નાણાકીય વર્ષ એટલે કે એક વર્ષમાં સૌથી વધુ વેચાઇ છે. જોકે દેશમાં નંબર 1 રહેનાર આ વેગન આરની ડિમાંડ દેશની બહાર માર્ચમાં બિલકુલ પણ રહી નથી.
Trending Photos
Maruti WagonR Sales: મારૂતિ વેગનઆરના નામે 2203 માં સૌથી વધુ નંબર 1 કાર બનાવવાનો રેકોર્ડ છે. એટલું જ નહી એક નાણાકીય વર્ષ એટલે કે એક વર્ષમાં સૌથી વધુ વેચાઇ છે. જોકે દેશમાં નંબર 1 રહેનાર આ વેગન આરની ડિમાંડ દેશની બહાર માર્ચમાં બિલકુલ પણ રહી નથી. જોકે ગત મહિને 31 દિવસમાં મારૂતિએ વેગનઆર ના ફક્ત 43 યૂનિટ એક્સપોર્ટ કર્યા. તેનાથી ખબર પડે છે કે વિદેશી ગ્રાહકોને વેગનઆર એટલી પસંદ આવી રહી નથી. મરૂતિ માટે બલેનો, સ્વિફ્ટ અને ડિઝાયર સૌથી વધુ એક્સપોર્ટ થનાર મોડલ છે. વિદેશી બજારોમાં મરૂતિના જે મોડલ ઓછા વેચાયા તેમાં મારૂતિ XL6 ના 10 યૂનિટ અને મારૂતિ બ્રેજાના 41 યૂનિટ સામેલ છે.
9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, ટપોટપ થઇ રહી છે બુક
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ
ભારતીય બજારમાં 66,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
વાત કરીએ કે વેગનઆર પર મળનાર ડિસ્કાઉન્ટની તો તેના પર કંપની 40,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20,000 નું એક્સચેંજ બોનસ અને 6,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી છે. આ પ્રકારે કાર પર તમને 66,000 રૂપિયાનો ફાયદો મળશે. દેશની સૌથી વધુ વેચાતી કારને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટી માટે 1 સ્ટાર સેફ્ટી રેટિંગ અને ચાઇલ્ડ સેફ્ટી માટે 0-સ્ટાર રેટિંગ મળી છે. વેગનઆરની શરૂઆતે એક્સ શો રૂમ કિંમત 5,54,5000 રૂપિયા છે.
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકો
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન
વેગનઆરના ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ
મારુતિ સુઝુકી વેગનઆરમાં ઉપલબ્ધ ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં નેવિગેશન સાથે 7-ઇંચની સ્માર્ટપ્લે સ્ટુડિયો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ-આધારિત સેવા, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર, AMTમાં હિલ-હોલ્ડ આસિસ્ટ, ચાર સ્પીકર્સનો સમાવેશ થાય છે. માઉન્ટેડ કંટ્રોલ સાથે, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્ટીયરિંગ વ્હીલ જોવા મળે છે.
ગરમીમાં ખાવાની આ 5 વસ્તુઓથી રહો દૂર, નહીંતર ડોક્ટર પાસે દોડવું પડશે
જોજો.. કાકડીની છાલ ડસ્ટબીનમાં ફેંકતા નહી, ગરમી હજાર સમસ્યાઓનું છે સમાધાન
આ ડ્યુઅલજેટ ડ્યુઅલ VVT ટેક્નોલોજી સાથે 1.0-લિટર થ્રી-સિલિન્ડર પેટ્રોલ અને 1.2-લિટર ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી પાવર પ્રાપ્ત કરે છે. 1.0-લિટર એન્જિન 25.19 kmpl ની માઇલેજનો દાવો કરે છે, જ્યારે તેના CNG વેરિઅન્ટ (LXI અને VXI ટ્રિમ્સમાં ઉપલબ્ધ) 34.05 kmpl ની માઇલેજનો દાવો કરે છે. 1.2-લિટર K-Series DualJet Dual VVT એન્જિનની દાવા કરેલ બળતણ કાર્યક્ષમતા 24.43 kmpl (ZXI AGS /ZXI+ AGS ટ્રિમ્સ) છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે