Maruti Suzuki: મારૂતિ સુઝુકીએ ખામીના લીધે પરત મંગાવી 17 હજાર કાર, ક્યાંક તેમાં તમારી કાર તો નથી ને?

કાર માલિક જાતે પણ નક્કી કરી શકે છે કે તેની કાર રિકોલને પાત્ર છે કે નહીં કે પછી કારમાં કોઈ સમારકામ કે પાર્ટ બદલવાની જરૂર છે કે નહીં. 

Maruti Suzuki: મારૂતિ સુઝુકીએ ખામીના લીધે પરત મંગાવી 17 હજાર કાર, ક્યાંક તેમાં તમારી કાર તો નથી ને?

Maruti Suzuki: દેશની ટોચની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાના સાત મોડેલ્સની 17,362 કારને રિકોલ એટલે કે પરત ખેંચવાની જાહેરાત કરી છે. એરબેગની ખામીયુક્ત ડિઝાઈનને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. ખામીયુક્ત એરબેગ્સ ધરાવતી આ કાર્સ 8 ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 વચ્ચે બનાવવામાં આવેલી છે. મારૂતિ સુઝુકીએ જે 17,362 કારને રિકોલ કરવાનો નિર્ણય લીધો છે, તેમાં અલ્ટો કે10, એસ-પ્રેસો, ઈકો, બ્રિઝા, બલેનો અને ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે. 

આ પણ ખાસ વાંચોઃ

17,362 કારમાં શું છે સંભવિત ખામી?
કંપનીએ પોતાની યાદીમાં જણાવ્યું છે કે રિકોલ કરવામાં આવેલી કારની ચકાસણી કરવામાં આવશે અને જો જરૂર પડશે તો કંપની વિનામૂલ્ય નવા એરબેગ કન્ટ્રોલર ફિટ કરી આપશે. કંપનીનું કહેવું છે કે એરબેગ કન્ટ્રોલરમાં સંભવિત રીતે ખામી રહી ગઈ છે, જેના કારણે કાર ક્રેશની દુર્ઘટનાના જૂજ કિસ્સામાં એરબેગ્સ અને સીટબેલ્ટ પ્રિટેન્શનર્સ (સીટબેલ્ટને ઓપરેટ કરતો ભાગ) કામ ન પણ કરી શકે.

આ પણ ખાસ વાંચોઃ

અસરગ્રસ્ત કારનો ઉપયોગ ન કરવા અપીલ-
જ્યાં સુધી ક્ષતિગ્રસ્ત ભાગને બદલવામાં ન આવે ત્યાં સુધી વાહનનો ઉપયોગ ન કરવા કંપનીએ પોતાના ગ્રાહકોને અપીલ કરી છે. ખામીયુક્ત વાહનોના માલિકોને મારૂતિ સુઝુકીનાં ઓથોરાઈઝ્ડ વર્કશોપ્સમાંથી આ અંગે જાણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કારમાલિકો જાતે પણ તપાસી શકે છે કે તેમની કાર રિકોલને પાત્ર છે કે નહીં, કે પછી કારમાં કોઈ સમારકામ કે પાર્ટ બદલવાની જરૂર છે કે નહીં.

આ પણ ખાસ વાંચોઃ

આ માટે તમે કંપનીની વેબસાઈટ https://www.marutisuzuki.com/important-information-for-customers પર જઈને વાહનનો ચેચિસ નંબર નાંખીને ચેક કરી શકો છો. આ સપ્તાહની શરૂઆતમાં જ મારૂતિ સુઝુકીએ પોતાના તમામ વાહનોની કિંમતમાં 1.1 ટકા જેટલો વધારો કર્યો હતો. એપ્રિલ 2022 બાદ કંપનીએ આ જ વર્ષે કરેલો આ બીજો ભાવવધારો છે.

આ પણ ખાસ વાંચોઃ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news