Maruti Alto CNG BS VI કાર થઇ ગઇ લોન્ચ, માઇલેજ જાણીને રહી જશો દંગ
ભારતની સૌથી વધુ વેચાનાર કારોમાં લાંબા સમયથી રાજ કરનાર મારૂતિ સુઝુકી (Maruti Suzuki)ની પોપ્યુલર કાર મારૂતિ અલ્ટો (Maruti Alto) સીએનજી સાથે લોન્ચ થઇ ગઇ છે. આ કાર કાર્બન માનક ભારત સ્ટાડર્ડ એટલે કે બીએસ 6 (BS VI) સ્ટાડર્ડમાં રજૂ કરવામાં આવી છે. કંપનીએ Maruti Suzuki Alto BS VI કારની શરૂઆતી એક્સશો રૂમ કિંમત 4,32,700 રૂપિયા રાખી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતની સૌથી વધુ વેચાનાર કારોમાં લાંબા સમયથી રાજ કરનાર મારૂતિ સુઝુકી (Maruti Suzuki)ની પોપ્યુલર કાર મારૂતિ અલ્ટો (Maruti Alto) સીએનજી સાથે લોન્ચ થઇ ગઇ છે. આ કાર કાર્બન માનક ભારત સ્ટાડર્ડ એટલે કે બીએસ 6 (BS VI) સ્ટાડર્ડમાં રજૂ કરવામાં આવી છે. કંપનીએ Maruti Suzuki Alto BS VI કારની શરૂઆતી એક્સશો રૂમ કિંમત 4,32,700 રૂપિયા રાખી છે. આ કાર LXi અને LXi (O) બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કારમાં સૌથી ખાસ વાત એ છે કે તેની માઇલેજ જે દરેક ધ્યાન પોતાની તરફ ખેંચે છે. કંપનીના અનુસાર અલ્ટો સીએનજીની માઇલેજ 31.59 કિલોમીટર પ્રતિ કિલો છે.
મારૂતિ સુઝુકીનું કહેવું છે કે Alto S-CNG કાર બીએસ 6 સ્ટાડર્ડ સાથે તેની પહેલી સીએનજી કાર છે. કંપની આ કારમાં એસ-સીએનજી ટેક્નોલોજી (S-CNG technology)નો ઉપયોગ કર્યો છે. આ અવસર પર મારૂતિ સુઝુકી ઇન્ડીયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે અમે હંમેશા પર્યાવરણના અનુકૂળ અને મોર્ડન ટેક્નોલોજીથી સજ્જ પ્રોડક્ટ રજૂ કરવાનો પ્રયત્ન કરે છે.
તેમણે કહ્યું કે Alto CNG BS VI ને તે પ્રકારની ડિઝાઇન કરવામાં આવી છે કે તેમાં તમારા સારા પરફોમન્સ, સેફ્ટી, એન્જીનની લાઇફ, સુવિધા અને માઇલેજનો શાનદાર અનુભવ થશે. કંપનીનું કહેવું છે કે તે સરકારના ઓઇલ આયાતને ઓછું કરવાના લક્ષ્ય સાથે છે. સાથે જ એનર્જીમાં નેચરલ ગેસના બાસ્કેટને અત્યારના 6.2 ટકાથી વધારીને 2030 સુધી 15 ટકા કરવાના પ્રયત્નમાં ભાગીદાર બનશે.
Alto CNG ની કિંમત
Alto BS6 LXi S-CNG - 4,32,700 રૂપિયા(દિલ્હી એક્સ શો રૂમ)
Alto BS6 LXi (O) S-CNG - 4,36,300 રૂપિયા
કંપનીનું કહેવું છે કે અલ્ટો પહેલી કાર છે જે પહેલાં થી બીએસ 6 સ્ટાડર્ડ અનુસાર છે. દેશભરમાં આ સ્ટાડર્ડની અલ્ટોની 1 લાખથી વધુ યૂનિટનું વેચાણ થઇ ચૂક્યું છે. આ કાર 15 વર્ષ પહેલાં વધુ વેચનારી કાર બની રહી. તેના આજે 38 લાખથી વધુ યૂનિટ વેચાઇ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે