મહિંદ્રા 14 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે પોતાની કોમ્પેક્ટ SUV, જાણો શું છે કીંમત
Trending Photos
જાવા (JAWA) બ્રાંડને દેશમાં ફરીથી લોન્ચ કર્યા બાદ મહિંદ્રા એન્ડ મહિંદ્રા પોતાની નવી SUV એક્સૂયૂવી 300 ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નવી SUV 14 ફેબ્રુઆરીના રોજ દેશમાં લોન્ચ થઈ શકે છે. જોકે કંપની દ્વારા હજુ કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ કંપનીએ ગત અઠવાડિયે જ કારની બુકિંગ શરૂ કરી દીધી છે. મહિંદ્રાની આ નવી SUV નો મુકાબલો કોમ્પેક્ત એસયૂવી સેગમેંટમાં હાજર ફોર્ડ, ઇકો સ્પોર્ટ, ટાટા નેક્સોન અને મારૂતિ સુઝુકી વિટારા બ્રેઝા સાથે થશે. મહિંદ્વા એક્સૂવી 300 હ્યુંડાઇની ક્રેટા સાથે પણ થશે.
20 હજારમાં કરાવો બુકિંગ
તમે 20 હજાર રૂપિયામાં આ કારનું બુકિંગ કરાવી શકો છો. મહિંદ્રા એક્સયૂવી 300 ની એક્સ શો રૂમ કિંમત 8 થી 12 લાખ રૂપિયાની આસપાસ હોવાનું અનુમાન છે. એક્સયૂવી 300 ને સૈંગયોંગ ટિવોલીના આધારે તૈયાર કરવામાં આવી છે.
VIBRANT GUJARAT : ઘરે બેઠા મળશે 50% સસ્તા ફળ, આ કંપનીએ રજૂ કર્યું અનોખુ મોડલ
શું છે ફિચર્સ
ઓટોકાર ઈન્ડીયાના સમાચાર અનુસાર કંપનીએ તેની લંબાઇ ઓછી રાખી છે. સાથે જ એક્સયૂવી 300ને પહોળા વ્હીલબેસ સાથે રજૂ કરવામાં આવશે. એક્સયૂવી 300 માં અતિઆધુનિક ઉપકરણ લાગેલા છે. SUV માં એરબેગ, ABS, ડિસ્ક બ્રેક, LED ટેલ લાઇટ અને 4 પાવર વિંડો છે. તો બીજી તરફ કારના ટોપ વેરિએન્ટમાં ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, 17 ઈંચના ડાયમંડ કટ એલોય વ્હીલ, ડુઅલ જોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, 8 ઈંચની ટચસ્ક્રીન, સનરૂપ અને 7 એરબેગ મળે છે.
કેવું છે એન્જીન
એક્સયૂવી 300 માં બે પ્રકારના એન્જીન મળશે. તેમાં 1.2 લીટરનું ટર્બો પેટ્રોલ એંજીન છે, જે 200 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. 1.5 લીટર ક્ષમતાનું ડીઝલ એંજીન વેરિએન્ટ પણ છે, જે મરાજોમાં ઉપલબ્ધ છે. આ એન્જીન 123 હોર્સ પાવરની તાકાત અને 300 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે