મહિંદ્બાએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર, 2 સેકન્ડમાં પકડશે 100 કિમીની રફતાર

મહિંદ્બાએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર, 2 સેકન્ડમાં પકડશે 100 કિમીની રફતાર

મહિંદ્વા ગ્રુપની કંપની પિનિનફેરિનાએ પોતાની સુપરકાર બતિસ્તા (Pininfarina Battista) ને જિનેવા ઇન્ટરનેશનલ મોટર શોમાં રજૂ કરી છે. આ ઇલેક્ટ્રિક કાર વિશે દાવો કરવામાં આવે છે કે આ 2 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની રફતાર પકડવામાં સક્ષમ છે. આ દરમિયાન જિનેવા આંતરરાષ્ટ્રીય મોટર શો (જિમ્સ) સત્તાવાર રીતે સામાન્ય લોકો માટે ખુલી ગયો છે અને મોટાભાગના વાહન કંપનીઓએ પોતાની નવી ઇલેકટ્રિક કાર રજૂ કરી છે.
mahindra-e-car1
જિમ્સને યૂરોપીય કાર શોના રૂપમાં ઓળખવામાં આવે છે. તેમાં યૂરોપની 150થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે અને તેમાંથી અડધાથી વધુ ઇલેક્ટ્રિક વાહનોને રજૂ કર્યા. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર દુનિયાની ઓટો કંપનીઓમાં ઓડી, બીએમડબ્લ્યૂ, મર્સિડીઝ બેંજે પોતાના ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહનો પરથી પડદો ઉઠાવ્યો. પ્રદશર્નીમાં આવેલા લોકોએ આ કારને નિહાળી હતી.

— anand mahindra (@anandmahindra) March 7, 2019

ઓડીએ પોતાના ઇલેક્ટ્રિક મોડલ ઇ-ટ્રોન ક્વાટ્રોને લોન્ચ કર્યા બાદ આ વખતે ક્યૂ4 ઇ-ટ્રોન રજૂ કરવામાં આવી છે. ફોક્સવેગને પણ બધા માર્ગો પર દોડનાર ઇલેક્ટ્રિક મોડલ આઇડી ડોટ બગ્ગી રજૂ કરી. આ વોટરપ્રૂફ મટેરિયલથી બનેલી છે. ફોક્સવેગને કહ્યું કે તે 2025 સુધી 10 ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરશે.
mahindra-e-car2

મર્સિડિઝ બેંજે ઇક્યૂવી કોન્સેપ્ટ કાર લોન્ચ કરી. તેમાં 100 કિલોમીટર મુસાફરી 15 મિનિટના ચાર્જિંગમાં કરી શકાશે. કંપનીએ કહ્યું કે ઇલેક્ટ્રિક વાહન નિર્માત અને બેટરી પ્રોડક્શન નેટવર્ક માટે 10 અરબ યૂરોનું રોકાણ કરવામાં આવશે. વોલ્વો બ્રાંડ પોલસ્ટારે ઇલેક્ટ્રિક કાર પોલસ્ટાર 2 લોન્ચ કરી. પોલસ્ટારની સ્થાપના 2017માં થઇ હતી અને તેને હાઇબ્રિડ પોલસ્ટાર 1 ગત વર્ષે જિમ્સમાં રજૂ કરવામાં આવી હતી. 
mahindra-e-car3

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news