ટૂંક સમયમાં લોન્ચ થશે Mahindra e-KUV100, જાણો કેવા હશે ફિચર્સ

કંપનીનું કહેવું છે કે લોન્ચિંગ વખતે સમય ઇ-કેયૂવી100 દેશની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી હશે. સંભાવના છે કે આગામી 6 મહિનામાં આ ઇલેક્ટ્રિક એસયૂવી ડીલરશિપ પર પહોંચવા લાગશે.

ટૂંક સમયમાં લોન્ચ થશે Mahindra e-KUV100, જાણો કેવા હશે ફિચર્સ

મહિંદ્વા એન્ડ મહિંદ્વાની e-KUV100 ના લાંબા સમયથી જોવામાં આવતો ઇંતઝાર હવે ખતમ થવાનો છે. ઓટો એક્સપો 2018માં રજૂ કરવામાં આવેલી Mahindra e-KUV100 આ વર્ષે બીજી છમાસિકમાં લોન્ચ થશે. કંપનીએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. આ મહિંદ્વાની મહિંદ્વાની માઇક્રો-એસયુવી KUV100 નું ઇલેક્ટ્રિક વર્જન છે. 

મહિંદ્વા એન્ડ મહિંદ્વાના મેનેજિંગ ડાયરેક્ટર પવન ગોયનકાએ જિનેવા મોટર શોમાં તેની જાણકારી આપી. ગોયનકાએ કહ્યું કે 'અમે અત્યારે જે ગાડીઓ બનાવી રહ્યા છીએ, શોર્ટ ટર્મમાં તેમને ઇલેક્ટ્રિક વ્હિકલમાં કન્વર્ટ કરીશું. અમારી પાસે ઇ વેરિટો પહેલાંથી જ છે અને અમે આગળ છ મહિનામાં e-KUV લોન્ચ કરવાના છે. તેને એક વર્ષ બાદ અમારી ઇલેક્ટ્રિક એક્સયૂવી300 લોન્ચ કરવાનો પ્લાન છે.

કંપનીનું કહેવું છે કે લોન્ચિંગ વખતે સમય ઇ-કેયૂવી100 દેશની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી હશે. સંભાવના છે કે આગામી 6 મહિનામાં આ ઇલેક્ટ્રિક એસયૂવી ડીલરશિપ પર પહોંચવા લાગશે. મહિંદ્વા ઇ-કેયૂવી100 માં 30 Kw નું ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. આ મોટર લિથિયમ-આયન બેટરી પેકથી પાવર આપશે.

એકવાર ફૂલ ચાર્જ કરતાં આ ઇલેક્ટ્રિક એસયૂવી 140 કિલોમીટરની રેંજ હશે. એવી સંભાવના છે કે કંપની તેમાં ફાસ્ટ ચાર્જિંગનો ઓપ્શન પણ આપી શકે છે. તેનાથી એક કલાકથી પણ ઓછામાં તેની બેટરી 80 ટકા ચાર્જ થઇ જશે. મહિંદ્વાની આ ઇલેક્ટ્રિક એસયૂવીમાં કેબિન પ્રી-કૂલિંગ લોકેશન ટ્રેકિંગ અને રિમોટ ડાયગ્નોસ્ટિક્સ જેવા ફિચર્સ મળશે. ઇલેક્ટ્રિક કેયૂવી100 ની કિંમત પેટ્રોલ અને ડીઝલ વર્જનથી વધુ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news