ક્યારેય નહી જોઇ હોય આવી Mahindra Bolero, મળશે કિચન-વોશરૂમ, બેડરૂમ અને ઘણુ બધું

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ IIT મદ્રાસમાં રિસર્ચ-બેસ્ડ કૈરવૈન બનાવનાર કંપની કેમ્પરવાન ફેક્ટરી સાથે હાથ મિલાવ્યા છે. આ કોલેબરેશનમાં ભારતીય બજાર માટે બજેટને અનુરૂપ લક્ઝરી કેમ્પર્સ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે.

ક્યારેય નહી જોઇ હોય આવી Mahindra Bolero, મળશે કિચન-વોશરૂમ, બેડરૂમ અને ઘણુ બધું

નવી દિલ્હી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ IIT મદ્રાસમાં રિસર્ચ-બેસ્ડ કૈરવૈન બનાવનાર કંપની કેમ્પરવાન ફેક્ટરી સાથે હાથ મિલાવ્યા છે. આ કોલેબરેશનમાં ભારતીય બજાર માટે બજેટને અનુરૂપ લક્ઝરી કેમ્પર્સ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ ડબલ-કેબ કેમ્પર ગોલ્ડ પ્લેટફોર્મ પર આધારિત હશે જે ખાસ કરીને સેલ્ફ-ડ્રાઈવ ટુરિઝમ સેક્ટર માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ કોવિડ-19 મહામારી દરમિયાન પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરશે. મહિન્દ્રાએ એ પણ માહિતી આપી છે કે કૈરવૈન સેગમેન્ટમાં પહેલીવાર આ પ્રકારનું વાહન OEM દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.

બોલેરો ગોલ્ડ કેમ્પર પર બનેલ લક્ઝરી કેમ્પર ટ્રક
પ્રેસને આપેલા નિવેદનમાં, મહિન્દ્રાએ માહિતી આપી છે કે બોલેરો ગોલ્ડ કેમ્પર પર બનેલી લક્ઝરી કેમ્પર ટ્રક સ્માર્ટ વોટર સોલ્યુશન, સુંદર ડિઝાઇનવાળી ફીટીંગ્સ અને આરામદાયક ઇન્ટિરિયર્સ સહિત અનેક સુવિધાઓ સાથે આવશે જે યાત્રીઓને પસંદ આવશે. દરેક કેમ્પર ટ્રકમાં ચાર વ્યક્તિનું સ્લીપર, ચાર વ્યક્તિનું બેસવાનું અને જમવાનું, બાયો-ટોઇલેટ અને શાવર સાથેનો વૉશરૂમ, તમામ સુવિધાઓ સાથેનું રસોડું, એક નાનું ફ્રિજ અને માઇક્રોવેવ અને એર-કન્ડિશનર વિકલ્પોનો સમાવેશ થાય છે.

કોઈ ખાસ લાઇસન્સ જરૂરી નથી
આ વાહન ચલાવવા માટે કોઈ વિશેષ લાયસન્સની જરૂર પડશે નહીં અને ટૂર એજન્સીઓ આ વાહનો ભાડે આપી શકે છે. એવામાં પ્રવાસીઓને ખાનગી વાહનવ્યવહાર તો મળશે જ, પરંતુ તે સુરક્ષિત પણ રહેશે. મહિન્દ્રા ઓટોમોટિવના માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ હરીશ લાલચંદાનીએ જણાવ્યું હતું કે, "મહિન્દ્રાની આ સેગમેન્ટમાં એન્ટ્રીથી ટ્રાવેલ પસંદ કરનારા તે લોકોની તમામ જરૂરિયાતો પુરી થાય છે જેમના માટે માર્ગ એ જ મંજિલ છે અને તેઓ મુસાફરી દરમિયાન સંપૂર્ણ સ્વતંત્રતા ઈચ્છે છે." મહિન્દ્રાના જણાવ્યા અનુસાર, આ વાહન પ્રવાસીઓને દૂર-દૂરના સ્થળોએ પરવાનગી આપે છે જ્યાં રોકવાની બહુ વ્યવસ્થા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news