Viral Video: 33 સેકન્ડમાં વૃદ્ધ બની ગઈ માસૂમ બાળકી, 3 વર્ષથી 93 વર્ષની સફરનો વીડિયો વાયરલ

Viral Video: આજકાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મારફતે લોકો અલગ અલગ વ્યક્તિ અથવા જગ્યાના અદભુત ફોટા બનાવે છે. પરંતુ શું તમે મનુષ્યના ચહેરાની ઉંમર બદલતા જોઈ છે. પેદા થતાની સાથે મનુષ્યનો તહેરો મોટો થતો જાય છે તેમજ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે. 
 

Viral Video: 33 સેકન્ડમાં વૃદ્ધ બની ગઈ માસૂમ બાળકી, 3 વર્ષથી 93 વર્ષની સફરનો વીડિયો વાયરલ

Viral Video: ઘટતી ઉંમર સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે જોઈ શકાય છે કે કેવી રીતે 3 વર્ષની છોકરી 93 વર્ષની મહિલામાં ફેરવાઈ જાય છે. દર વર્ષે તેના ચહેરામાં કેવા કેવા બદલાવ આવે છે. તે આ વીડિયોમાં જોઈ શકાય છે. 

આ વીડિયોને ટ્વિટર પર વાઈસ વોન્ડરર ડેઈલી થોટ્સ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને લગભગ 5000 લોકોએ લાઈક કર્યો છે, લગભગ 1200 લોકોએ રિટ્વીટ કર્યો છે અને ઘણા લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

કમેન્ટ સેક્શનમાં લોકો વીડિયો જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકોને તેમના દાદી-નાનીની યાદ આવવા લાગે છે. જો કે કેટલાક લોકો એવા છે જે વૃદ્ધાવસ્થાને ડરામણી કહી રહ્યા છે.

— Wise Wonderer | Daily Thoughts (@WiseWondererDT) April 6, 2023

શું કહી રહ્યાં છે લોકો? 

એક યૂઝરે કહ્યું, 'આપણે જેટલાં મોટાં થતા જઈએ છીએ, તેટલી જ વધુ આપણને નાની-નાની બાબતોની ચિંતા કરવામાં વેડફેલા સમયની કિંમતનો અહેસાસ થાય છે. બધું સારું થઈ જશે, ખરાબ દિવસો કાયમ રહેવાના નથી.

યુઝરે કહ્યું, 'શું જીવન છે... તમે તેને ધીરે ધીરે જીવો, તે કંઈ પાછું આપતું નથી.  યુઝરે લખ્યું, 'અમેઝિંગ.'

આ પણ વાંચો:
17 એપ્રિલે ગુરુ-ચંદ્રની યુતિના કારણે સર્જાશે ગજકેસરી રાજ યોગ, 4 રાશિને થશે લાભ
48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ
AC વાપરતાં હોય તો ન કરતા આ 5 ભૂલ, 99 ટકા લોકો તો જાણતાં પણ નથી આ જરૂરી વાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news