Maruti Baleno: જાણો કેમ પોપ્યુલર છે આ પ્રીમિયમ કાર

Maruti Baleno: જાણો કેમ પોપ્યુલર છે આ પ્રીમિયમ કાર

કાર માર્કેટના પ્રીમિયમ હેચબેક સેગમેંટમાં ગત થોડા સમયથી Maruti Baleno નો દબદબો છે. આ સેગમેંટમાં બલેનોને ટક્કર આપવા માટે Hyundai Elite i20 માર્કેટમાં ઉપલબ્ધ છે. જોકે ગત થોડા સમયથી વેચાણના મામલે મારૂતિ બલેનો સતત એલીટ આઇ20થી આગળ છે. જાન્યુઆરીમાં 16,717 બલેનો વેચાઇ, જ્યારે એલીટ આઇ20 ના 13,290 યૂનિટનું વેચાણ થયું. તેનાથી ખબર પડે છે કે પ્રીમીયમ હેચબેક સેગમેંટમાં મારૂતિ બલેનોનો જલવો છે. આવો તમને જણાવીએ કે બલેનોમાં એવું શું છે કે જે લોકોની માનિતી બની ગઇ છે.

મારૂતિ બલેનો ઘણા ફીચર્સથી સજ્જ છે. તેમાં કીલેસ એંટ્રી અને સ્ટાર્ટ, રિયર પાર્કિંગ સેંસર્સ અને કેમેરા, ઓટોમેટિક હેડલેમ્પ્સ અને ફોલો મી લેમ્પ્સ, સ્ટીયરિંગ માઉંટેડ ઓડિયો કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને એપલ કારપ્લે તથા એંડ્રોઇડ ઓટો સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેંટ સહિત ઘણા શાનદાર ફીચર્સ છે. કારના બધા વેરિએન્ટમં ઇબીડી અને ડ્યૂલ એરબેગ્સ પણ મળે છે. બલેનોને ટ્રેક કરવા અને તેમાં ઉપકરણોની સ્થિતિ જાણવા માટે સુઝુકી કનેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સારા ફીચર્સથી સજ્જ હોવાના લીધે બલેનો પોતાના સેગમેંટમાં મનપસંદ કાર બને છે. 

બલેનોમાં બે એન્જીન ઓપ્શન છે. પેટ્રોલ એન્જીનમાં મેન્યુઅલ તથા ઓટોમેટિક ટ્રાંસમિશન અને ડીઝલ એન્જીનમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન ઉપલબ્ધ છે. આ પ્રકારે બલેનો એન્જીન અને ટ્રાંસમિશન વધુ કોમ્બિનેશન ઓપ્શનમાં આવે છે. તેમાં લોકો પાસે પોતાની પસંદના એન્જીન અને ટ્રાંસમિશનવાળી બલેનો ખરીદવાનો ઓપ્શન રહે છે. 

બલેનોની લંબાઇ 3,995 mm, પહોળાઇ 1,745 mm અને વીલબેસ 2,520mm છે. જેના લીધે તેમાં વધુ કેબિન સ્પેસ મળે છે. કારમાં પાંચ લોકો આસાનીથી બેસી શકે છે. તેના રિયર સીટ્સ ખૂબ કંફર્ટેબલ છે અને તેમાં ખૂબ જગ્યા પણ છે. વધુ સ્પેસ અને કમ્ફર્ટેબલ હોવાના લીધે આ ફેમિલી સાથે લાંબું અંતર કાપવામાં આનંદદાયક રહે છે.  
 

ALTO સહિત આ પોપ્યુલર કારો પર મળી રહ્યું છે 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર

કોઇપણ કારને હિટ બનાવવામાં કિંમત અને માઇલેજ સૌથી વધુ મહત્વ ધરાવે છે અને બલેનો સાથે પણ આ જ દેખાઇ છે. તેની શરૂઆત એક્સ શો રૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે, જે એલીટ આઇ20થી થોડી ઓછી છે. માઇલેજના મામલે પણ બલેનો સારી છે. કંપનીનો દાવો છે કે ડીઝલ એન્જીનવાળી બલેનો 27.39 કિલોમીટર પ્રતિ લીટર અને પેટ્રોલ એન્જીનવાળી 21.4 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news