Kia Carens કેટલી સેફ છે? Crash Test માં ખુલી ગઈ પોલ, જાણો કેટલું રેટિંગ મળ્યું
Kia Carens Safety Rating: દક્ષિણ કોરિયાની કાર બનાવનારી કંપની કિઆની કોમ્પેક્ટ એમપીવી કેરેન્સ તાજેતરમાં ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાંથી પસાર થઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Kia Carens Global NCAP Safety Rating: દક્ષિણ કોરિયાની કાર બનાવનારી કંપની કિઆની કોમ્પેક્ટ એમપીવી કેરેન્સ તાજેતરમાં ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાંથી પસાર થઈ છે. ટેસ્ટમાં તેને એડલ્ટ અને ચાઇલ્ડ પ્રોટેક્શન માટે 3-સ્ટાર રેટિંગ મળ્યું છે. તેને નવા પ્રોટોકોલ્સ હેઠળ ટેસ્ટ કરવામાં આવી છે. પાછલા ટેસ્ટના મુકાબલે આ ટેસ્ટમાં કારની સેફ્ટી સારી જોવા મળી છે, છતાં કેટલીક ખામીઓ સામે આવી છે.
હકીકતમાં 2 મે 2023થી 11 ડિસેમ્બર 2023 વચ્ચે બનેલી કેરેન્સ મોડલ્સને એડલ્ટ પ્રોટેક્શન માટે 0 સ્ટાર રેટિંગ મળ્યું હતું. પરંતુ 11 ડિસેમ્બર 2023 બાદ બનેલા કેરેન્સ મોડલ્સમાં એડલ્ટ પ્રોટેક્શન સારૂ જોવા મળ્યું છે, જેના કારણે ગાડીને 34માંથી 22.08ના સ્કોરની સાથે 3 સ્ટાર રેટિંગ મળ્યું છે.
તેના લેટેસ્ટ ક્રેશ ટેસ્ટમાં કારના સ્ટ્રક્ચરમાં સુધાર મળ્યો છે પરંતુ ડ્રાઇવરની ગરદન માટે સેફ્ટી ખરાબ જોવા મળી છે. સાથે ડ્રાઇવર અને પેસેન્જરની છાતી તથા ઘુંટણ માટે પણ સેફ્ટી સામાન્ય રહી. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં કિઆ કેરેન્સને એડલ્ટ પ્રોટેક્શન માટે 3 સ્ટાર રેટિંગ મળ્યું છે.
પરંતુ તેમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ તરીકે મળે છે, તેવામાં આ રેટિંગ આશા કરતા ઓછી છે. આ કારણે સાઇડ પોલ ઇમ્પેક્ટ ટેસ્ટ કરવામાં આવ્યો નહીં. ફ્રંટલ ઇમ્પેક્ટ ટેસ્ટમાં કારની બોડીલેશ અનસ્ટેબ જોવા મળી. બાળકોની સુરક્ષાના મામલામાં કેરેન્સનું પ્રદર્શન સારૂ રહ્યું. તેને ચાઇલ્ડ પ્રોટેક્શન માટે 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.
ટેસ્ટ કરવામાં આવેલી કેરેન્સમાં 6 એરબેગ, રિયર ડિસ્ક બ્રેક, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, દરેક સીટો માટે 3 પોઈન્ટ સીટબેલ્ટ, રિયર પાર્કિંગ સેન્સર અને આઇસોફિક્સ એન્કર સ્ટાન્ડર્ડ તરીકે મળે છે. ભારતમાં કાર 1.5L પેટ્રોલ (115bhp), 1.4L ટર્બો પેટ્રોલ (140bhp) અને 1.5L ડીઝલ (115bhp)એન્જિન ઓપ્શન સાથે આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે