Jio Vs Vi: જુઓ જિયો અને વીઆઈનો 666 રૂપિયાવાળો પ્લાન, જાણો કયા રિચાર્જમાં મળશે વધુ ફાયદો

ટેરિફમાં વધારા બાદ યુઝર્સને 666 રૂપિયાવાળો પ્લાન વધુ પસંદ આવી રહ્યો છે. તેવામાં આજે અમે તમને જિયો અને વીઆઈના 666 રૂપિયાવાળા પ્લાનની વિગતો જણાવીશું. જેનાથી તમે નક્કી કરી શકો કે તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે. 

Jio Vs Vi: જુઓ જિયો અને વીઆઈનો 666 રૂપિયાવાળો પ્લાન, જાણો કયા રિચાર્જમાં મળશે વધુ ફાયદો

Recharge plan: જુલાઈ મહિનામાં બંને ખાનગી ટેલીકોમ કંપની જિયો અને વીઆઈએ પોતાના રિચાર્જ પ્લાનની કિંમત વધારી હતી. ત્યારબાદ લોકોના ખિસ્સા પર તેની અસર પડી હતી. આજે અમે તમને જિયો અને વીઆઈના 666 રૂપિયાવાળા પ્લાન વિશે જણાવીશું. બંને કંપનીઓ 666 રૂપિયાવાળા પ્લાનમાં ડેટા અને કોલિંગની સુવિધા આપે છે. 

તમને જણઆવી દઈએ કે ટેરિફ વધાર્યા બાદ ઘણા યુઝરની પસંદ 666 રૂપિયાવાળો પ્લાન બની ગયો છે. તેવામાં આજે અમે તમને જિયો અને વીઆઈના 666 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વિગત જણાવીશું, જેનાથી તમે ખુદ નિર્ણય કરી શકો કે તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે. 

Jio નો 666 રૂપિયાવાળો પ્લાન
જિયોનો 666 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન પહેલાં 84 દિવસની વેલિડિટી સાથે આવતો હતો પરંતુ હવે તેની વેલિડિટી ઘટાડી 70 દિવસ કરી દેવામાં આવી છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5જીબી ડેટા અને 100 ફ્રી SMS ની સુવિધા આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં અનલિમિટેડ 5જીની સુવિધા આપવામાં આવતી નથી. આ પ્લાનમાં યુઝરને જિયો એપ્સનું એક્સેસ આપવામાં આવે છે.

Vi નો 666 રૂપિયાવાળો પ્લાન
વીઆઈનો  666 રૂપિયાવાળો પ્લાન 64 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5જીબી ડેટા અને દરરોજ 100 ફ્રી SMS ની સુવિધા આપવામાં આવે છે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ તેમાં સામેલ છે. વીઆઈના પ્લાનમાં યુઝર્સને વીકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા પણ આપવામાં આવે છે. 

બંને પ્લાનમાં ડેલી ડેટા લિમિટ સમાન છે પરંતુ વીઆઈના પ્લાનમાં વીકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા સામેલ છે, જેનાથી તમે વધુ ડેટાનો લાભ લઈ શકો છો.
                                                 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news