Jio નો આ પ્રીપેઈડ પ્લાન આપે છે હાઈ સ્પીડ ઈન્ટરનેટ, 84 દિવસ સુધી મળશે આટલા ફાયદા

Jio Recharge Plan: Jio ના રિચાર્જ પ્લાન્સ ગ્રાહકોને ઘણા પસંદ પડે છે. કારણ કે તે સોંઘા હોવાની સાથે સાથે તેમાં દમદાર બેનિફિટ પણ આપે છે. જો તમે પણ આ ફાયદાનો લાભ લેવા માંગતા હોવ અને દર મહિને રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થવા માંગતા હોવ તો અમે તમારા માટે Jio નો એક જબરદસ્ત પ્રીપેઈડ પ્લાન લાવ્યા છીએ જેને એકવાર રિચાર્જ કરાવ્યા બાદ તમારે 3 મહિના સુધી રિચાર્જ કરાવવું પડશે નહીં. 

આ છે જિયોનો પ્લાન
અમે જે પ્લાનની વાત કરી રહ્યા છીએ તેની કિંમત 719 રૂપિયા છે અને તેને એકવાર એક્ટિવેટ કરાવ્યા બાદ તમને 3 મહિના એટલે કે 84 દિવસ સુધી રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. એકવાર આ રિચાર્જ એક્ટિવ કરાવી લીધા બાદ અચાનક પ્લાન બંધ થઈ જવાનું જે ટેન્શન રહે છે તે પણ તમને નહીં રહે અને તમે સરળતાથી અનલિમિટેડ કોલિંગની સાથે જ દમદાર સ્પીડમાં ઈન્ટરનેટ અને એસએમએસની મજા લઈ શકશો. 

આ Video પણ ખાસ જુઓ...

પ્લાનમાં કયા ફાયદા મળે છે તે પણ જાણો
જો પ્લાનના ફાયદાની વાત કરીએ તો 719 રૂપિયાના આ પ્લાનમાં તમને સૌથી પહેલા તો 84 દિવસની દમદાર વેલિડિટી ઓફર કરાય છે. દમદાર વેલિડિટી સાથે જ તમને કુલ 168 જીબીનો ડેટા મળે છે જેના કારણે તમે અટક્યા વગર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આ ઈન્ટરનેટ તમને દૈનિક 2 જીબી પ્રમાણે મળે છે. અત્રે જણાવવાનું કે આ પ્લાનમાં તમને 3 મહિના સુધી અનલિમિટેડ વોઈસ કોલિંગની મજા તો મળશે જ સાથે સાથે તમને દરરોજ 100 SMS પણ મળે છે. જો તમને આ ફાયદા હજુ ઓછા લાગતા હોય તો તમને જણાવી દઈએ કે જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળશે જેમાં JioTV, JioCinema ની સાથે સાથે JioSecurity અને JioCloud પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news