Jio ની દિવાળી ગિફ્ટ! આ ઈન્ટરનેટ પ્લાન થયો સસ્તો, 101 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા

રિલાયન્સ જિયોના 101 રૂપિયાવાળા પ્લાનથી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી ટેલીકોમ કંપનીઓને ટક્કર મળી શકે છે. આ 101 રૂપિયાવાળા પ્લાન હેઠળ યુઝર્સ અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે. 

 Jio ની દિવાળી ગિફ્ટ! આ ઈન્ટરનેટ પ્લાન થયો સસ્તો, 101 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા

Jio Diwali Offer: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો તરફથી દિવાળી ઓફર હેઠળ ફ્રી ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે. કંપનીએ આ પહેલા સપ્ટેમ્બરમાં એરફાઇબરની સાથે 1 વર્ષ માટે ફ્રી ઈન્ટરનેટ પ્લાન રજૂ કર્યો હતો. તો દિવાળી પહેલા જિયો તરફથી ખાસ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. તેમાંથી એક એવો પ્લાન પણ છે જે ગ્રાહકોને અનલિમિટેડ ડેટા પ્લાન ઓફર કરી રહ્યો છે. તેવામાં ગ્રાહકોની પાસે તક છે કે તે વધુથી વધુ ઈન્ટરનેટ વાપરી શકે છે. 

રિલાયન્સ જિયોનો 101 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જિયોના 101 રૂપિયાવાળા પ્લાનથી એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી ટેલીકોમ કંપનીઓને ટક્કર મળી શકે છે. આ 101 રૂપિયાલવાળા પ્લાન હેઠળ યુઝર્સ અનલિમિટેડ 5જી ડેટાનો લાભ લઈ શકે છે. પરંતુ તેના અનલિમિટેડ 5જી ડેટાનો લાભ માત્ર તે યુઝર્સ ઉઠાવી શકે છે જેના વિસ્તારમાં 5જી નેટવર્ક ઉપલબ્ધ છે. પ્લાનની સાથે 101 રૂપિયામાં 6GB ડેટાને 4જી કનેક્ટિવિટી સાથે આપવામાં આવી રહ્યો છે. આ ટ્રુ અનલિમિટેડ અપગ્રેડ્સ પ્લાન હોવાને કારણે આ પ્લાનને તમે પસંદગીના પ્લાનની સાથે ઉપયોગ કરી શકો છો. 

અલગથી લેવો પડશે પ્લાન
તમારે 1.5 જીબી ડેલી ડેટા આવનાર પ્લાન અલગથી લેવો પડશે. તમે એવા પ્લાનથી રિચાર્જ કરાવી શકો છો જે દરરોજ 1.5જીબી ડેટા બેનિફિટ આપે છે અને વેલિડિટી આશરે બે મહિનાની હોય છે. 

એડિશનલ ડેટા માટે કરી શકો છો ઉપયોગ
એવા યુઝર્સ  જેના માટે 1થી 1.5 જીબી ડેટા રોજ વાપરવો સરળ છે અને વધુ ઈન્ટરનેટની જરૂર પડે છે, તે આ પ્લાનનો ફાયદો ઉઠાવી શકે છે અને 101 રૂપિયાનો પ્લાન અપનાવી એડિશનલ ડેટાનો ઉપયોગ કરી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news