Jio GigaFiber VS એરટેલ બ્રોડબેંડ: સ્પીડ, કિંમત અને પ્લાનમાં કોણ છે બેસ્ટ
Trending Photos
નવી દિલ્હી: એમાં કોઇ બે મત નથી કે Reliance Jio એંટ્રીની સાથે ભારતીય ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ઘણા ફેરફાર આવ્યા છે. જિયો દ્વારા ઓફર કરવામાં આવનાર સસ્તા પ્લાન્સના લીધે બીજા ઓપરેટરોને પણ પોતાના પ્લાન્સ સસ્તા કરવા પડ્યા. ટેલિકોમ સેક્ટરમાં પોતાની મજબૂત પકડ બનાવ્યા બાદ કંપની હવે જિયો ગીગાફાઇબર દ્વારા બ્રોડબેંડ સેક્ટરમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
જિયો ગીગાફાઇબરનું અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને દેશના કેટલાક શહેરોના સિલેક્ટેડ ગ્રાહક તેની સેવાઓ લઇ રહ્યા છે. જિયો તેને પ્રીવ્યૂ તરીકે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જિયોનો દાવો છે કે આ સેવાને સંપૂર્ણ રીતે શરૂ થતાં યૂજર્સને 1Gbpsની ઇન્ટરનેટ સ્પીડ મળશે. જિયોની આ તૈયારીને જોતાં Airtel એ પણ પોતાની કમર કસી લીધી છે અને પોતાના બ્રોડબેંડ પ્લાન્સમાં ખૂબ ફેરફાર કરી દીધા છે.
આગામી સમયમાં આ બંને કંપનીઓની બ્રોડબેંડ સેવાઓ વચ્ચે આકરી ટક્કર થવાની છે. આ સાથે જ યૂજર્સ પાસે પણ વિકલ્પ હશે કે તે આ બંનેમાંથી કોઇ એકને સિલેક્ટ કરવા માંગો છો. આવો જાણીએ કે આ બંને કંપનીઓ પોતાના બ્રોડબેંડ પ્લાન્સમાં યૂજર્સને શું ઓફર કરી રહ્યા છે.
સ્પીડ
રિલાયન્સ જિયો હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે FTTH કનેક્ટિવિટી પર કામ કરે છે. સ્પીડની વાત કરીએ તો જિયો અત્યારે 5Ghz વાઇ-ફાઇ નેટવર્ક અને ઇથરનેટ પર 100Mbps ની સ્પીડ આપવાનો દાવો કરી રહ્યા છે. આ સાથે જ 2.4Ghz વાયરલેસ નેટવર્ક પર આ સ્પીડ 50Mbps છે. જિયો અત્યારે આ સ્પીડને પ્રીવ્યૂ ઓફરમાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો જિયોના આ સેવાને જ્યારે કોમર્શિયલ રીતે લોન્ચ કરી દેવામાં આવશે તો યૂજર્સને 1000Mbps (1Gbps) ની સ્પીડ આપવામાં આવી શકે છે.
એરટેલની વાત કરીએ તો આ પોતાના સૌથી પ્રીમિયમ બ્રોડબેંડ પ્લાનમાં 300Mbpsની સ્પીડ આપવાનો વાયદો કરી રહ્યું છે. એરટેલના સૌથી ઓછી સ્પીડવાળા પ્લાનમાં યૂજર્સને 8Mbpsની સ્પીડ આપવામાં આવે છે. એરટેલના બે પ્લાન છે જેમાં 40Mbps અને 100Mbpsની સ્પીડ આપવામાં આવે છે. જોકે એરટેલના આ પ્લાન બધા સર્કલમાં ઉપલબ્ધ નથી અને કેટલીક જગ્યાએ એરટેલ હજુ પણ 20Mbps વાળા પ્લાન ઓફર કરી રહ્યા છે.
ડેટા
એરટેલની પાસ કેટલાક પ્લાન્સને છોડીને બાકી બધા FUP લિમિટવાળા પ્લાન્સ છે. આ લિમિટ 150GB થી 1200GB સુધી થઇ શકે છે. દિલ્હીમાં એરટેલ 1200GB સુધીના FUP લિમિટવાળા પ્લાન ઓફર કરી રહ્યા છે. FUP લિમિટ ખતમ થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ ઓછી થઇ જાય છે.
જિયોના પ્રીવ્યૂ ઓફરની વાત કરીએ તો તેમાં યૂજર્સને FUP લિમિટવાળો એક પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. જિયો સ્ટાઇલ ઇંટ્રોડક્સરી ઓફરમાં કેટલાક સિલેક્ટેડ યૂજર્સને 90 દિવસ માટે ફ્રી જિયો ગીગાફાઇબર આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ પ્રીવ્યૂ ઓફરમાં યૂજર્સને 100GB FUP કેપિંગ સાથે 100Mbpsની સ્પીડ મળી રહી છે. યૂજર્સ ઇચ્છે તો 100GBની આ કેપિંગને ફ્રી ઓફ કોસ્ટ સૈશે દ્વારા રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં યૂજર્સને ડેલી યૂજ માટે 40GB ડેટા મળે છે.
કિંમત
કિંમતની વાત કરીએ તો રિલાયન્સ જિયો ગીગાફાઇબર એરટેલ કરતાં સસ્તું છે કારણ કે આ સંપૂર્ણરીતે ફ્રી છે. કંપની યૂજર્સને ફ્રી ઓફ કોસ્ટ પ્લાન ઓફર કરી રહી છે. જોકે યૂજર્સને કનેક્શન માટે રાઉટરનું પેમેન્ટ જે રિફંટેબલ છે. જિયો ગીગાફાઇબરના રાઉટરની કિંમત 45,00 રૂપિયા છે. જિયો આ રાઉટર ભવિષ્યમાં કંપની દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનાર 1Gbps ઇન્ટરનેટ સ્પીડને પણ સપોર્ટ કરશે. બીજી તરફ એરટેલ પાસે મંથલી રેંટલવાળા પ્લાન ઉપલબ્ધ છે. એરટેલ પોતાના યૂજર્સને 499 રૂપિયાથી માંડીને 2,100 રૂપિયા સુધીના પ્લાન આપી રહ્યું છે. જીએસટી ઉમેરતાં તેની કિંમત થોડી વધી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે