Jio Cheapest Recharge Plans: જિયોના 5 સૌથી સસ્તા પ્લાન, બેનિફિટ્સ જાણીને તમે પણ કહેશો વાહ!

Jio Cheapest Recharge Plans: શું તમે પણ જિયોનું સિમ કાર્ડ વાપરી રહ્યાં છો? તો આજે અમે તમને જિયોના 5 સૌથી સસ્તા પ્લાનની માહિતી આપીશું. 

Jio Cheapest Recharge Plans: જિયોના 5 સૌથી સસ્તા પ્લાન, બેનિફિટ્સ જાણીને તમે પણ કહેશો વાહ!

Jio Cheapest Recharge Plans: ભારતીય બજારમાં ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો આ સમયે યુઝર બેસના મામલામાં સૌથી આગળ છે અને હવે કંપનીનું 5G પણ દેશના ઘણા ભાગમાં રોલઆઉટ થઈ રહ્યું છે. પરંતુ કેટલાક રાજ્યોમાં યુઝર્સને 4જી સર્વિસ મળી રહી છે. તેવામાં જે યુઝર 4જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે તેના માટે અમે પાંચ સસ્તા પ્લાનની માહિતી આપીશું. આ પ્લાન્સમાં તમને કોલિંગની સાથે ઘણા બેનિફિટ્સ મળવાના છે. આવો આ પ્લાન વિશે વિસ્તારથી જણાવીએ.

149 રૂપિયાનો પ્લાન
જિયોનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 149 રૂપિયાથી શરૂ થાય છે અને તે 20 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 1જીબી ડેટા મળે છે અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય પ્લાનમાં 100 એસએમએસ પણ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળે છે. 

આ પણ વાંચોઃ 

179 રૂપિયાનો પ્લાન
લિસ્ટનો બીજો પ્લાન 179 રૂપિયાનો છે જે 24 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળે છે. 

209 રૂપિયાનો પ્લાન
લિસ્ટનો ત્રીજો સૌથી સસ્તો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં દરરોજ 1જીબી ડેટા મળે છે. તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સિવાય દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળે છે. 

199 રૂપિયાનો પ્લાન
ચોથા પ્લાનની વાત કરીએ તો તે 199 રૂપિયાથી શરૂ થાય છે જેમાં 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 23 દિવસની છે. સાથે પ્લાનમાં 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં ગ્રાહક JioTV, JioCinema અને JioCloud એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકે છે. 

239 રૂપિયાનો પ્લાન
લિસ્ટનો સૌથી સસ્તો અને પાંચમાં પ્લાનમાં સૌથી વધુ બેનિફિટ્સ મળે છે. તેમાં તમને અનલિમિટેડ 5જી ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ આ પ્લાનમાં મળશે. જિયોના આ પ્લાનમાં યુઝર્સને JioTV, JioCinema અને JioCloud નું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news