Jioના સૌથી ધમાકેદાર પ્લાન, એક રિચાર્જમાં 365 દિવસ સુધી માણો ડેટા અને કોલિંગની મજા, જાણો વિગત

Jio 1559 Recharge Plan માં તમને ઘણી સુવિધાઓ મળે છે. આ જિયોના સૌથી સસ્તા પ્લાન્સની લિસ્ટમાં સામેલ છે. તેમાં Unlimited Calling અને  Data મળે છે. 

Jioના સૌથી ધમાકેદાર પ્લાન, એક રિચાર્જમાં 365 દિવસ સુધી માણો ડેટા અને કોલિંગની મજા, જાણો વિગત

નવી દિલ્હીઃ Jio પોતાના યૂઝર્સ માટે સૌથી સસ્તા પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં તમને ઘણી ખાસિયત મળે છે. આવી ખાસિયત તમને 1559 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં મળવાની છે. ખાસ કરીને એવા યૂઝર્સ માટે આ પ્લાન ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે જે ઓછી કિંમતમાં Unlimited Calling, Data અને SMS નો આનંદ લેવા ઈચ્છો છો. 

Jio 1559 Prepaid Plan ની વેલિડિટી એક વર્ષની હોય છે. આ પ્લાનમાં તમને એક વર્ષ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. સાથે 24 જીબી ડેટા મળે છે જેની વેલિડિટી એક વર્ષની હોય છે. આ પ્લાનમાં યૂઝર્સને 360 એસએમએસની સુવિધા પણ મળે છે. આ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેને કંપનીએ Annual Plan નું નામ આપવામાં આવ્યું છે. 

Jio 2545 Recharge ખુબ પોપ્યુલર છે. આ પ્લાનની વેલિડિટી 336 દિવસની છે. પરંતુ તેમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. યૂઝર્સને દરરોજ 100 SMS આપવામાં આવે છે. 366 દિવસમાં તમને કુલ 504GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાન Jio TV, Jio Cinema નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. 

Jio 2879 Prepaid Plan-
Jio 2879 Prepaid Plan ની કિંમતમાં થોડો વધારો હોઈ શકે છે. પરંતુ તેમાં શાનદાર ફાયદા મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 2GB Data ઓફર કરે છે. સાથે તેમાં 365 દિવસની વેલિડિટી હોય છે. દરરોજ 100 એસએમએસ પણ આ પ્લાનમાં મળે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં 730 GB ડેટા આપવામાં આવે છે. તેમાં Jio TV, Jio Cinema નું પણ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાન તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news