Good News! જિયોએ ચૂપચાપ લોન્ચ કર્યો નવો TV વાળો ફોન, કિંમત અને બીજા ફીચર્સ ખાસ જાણો

આ એક ફીચર ફોન છે જેમાં તમને કી પેડ આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે રિલાયન્સ જિયોએ ગત વર્ષ  ભારતમાં પોતાના જિયો ભારત લાઈનઅપ ફોનની જાહેરાત કરી હતી. જિયો ભારત સિરીઝ હેઠળ કંપનીએ બે સસ્તા 4જી ફોન Jio Bharat V2, V2 Karbon ને રજૂ કર્યા હતા. 

Good News! જિયોએ ચૂપચાપ લોન્ચ કર્યો નવો TV વાળો ફોન, કિંમત અને બીજા ફીચર્સ ખાસ જાણો

Jio એ ચૂપચાપ પોતાનો બજેટ ફોન JioBharat J1 લોન્ચ કરી દીધો છે. આ એક 4જી ફોન છે જેને નવી ડિઝાઈન અને લુકમાં રજૂ કરાયો છે. ફોન ડાર્ક ગ્રે કલર ઓપ્શનમાં આવે છે. આ સાથે જ JioBharat J1 ફોનમાં પહેલા કરતા વધુ મોટી સ્ક્રીન અપાઈ છે. અત્રે જણાવવાનું કે આ એક ફીચર ફોન છે જેમાં તમને કી પેડ આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે રિલાયન્સ જિયોએ ગત વર્ષ  ભારતમાં પોતાના જિયો ભારત લાઈનઅપ ફોનની જાહેરાત કરી હતી. જિયો ભારત સિરીઝ હેઠળ કંપનીએ બે સસ્તા 4જી ફોન Jio Bharat V2, V2 Karbon ને રજૂ કર્યા હતા. 

JioBharat J1 માં મળશે આ ફીચર્સ
JioBharat J1 ફોનમાં જિયો એપ્સ અને સેવાઓ જેમ કે યુપીઆઈ લેવડદેવડ માટે JioPay, કન્ટેન્ટ સ્ટ્રીમિંગ માટે JioCinema, અને અન્ય ફીચર્સ મળે છે. આ ઉપરાંત નવા જિયો ફોનમાં એક મોટી બેટરી અને એક મોટી સ્ક્રીન પણ છે. 

કિંમત અને ઉપલબ્ધતા
JioBharat J1 4જી ગત વર્ષના જિયો ભારત વી2, વી2 કાર્બન અને ભારત બી1 કરતા મોંઘો છો. જ્યાં તે ફોનની કિંમત ફક્ત 999 રૂપિયા હતી, ત્યાં JioBharat J1 ફોનની કિંમત 1799 રૂપિયા છે. આ ડિવાઈઝ અમેઝોન પર સિંગલ બ્લેક/ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. 

JioBharat J1 4જીના સ્પેસિફિકેશન
JioBharat J1 4જી એક નવી ડિઝાઈન સાથે આવે છે. ડિવાઈસમાં થોડું મોટું ફોર્મ ફેક્ટર અને મોટી સ્ક્રીન છે. તેમાં 2.8 ઈંચનો ડિસ્પ્લે છે. તેના મોટા ફોર્મ ફેક્ટરનું કારણ એ તેમાં મળનારી 2500mAH ની મોટી બેટરી છે. મોટી બેટરી અને સ્ક્રીનના કારણે 4જી ફીચર ફોન ઓછા બજેટવાળા લોકો માટે એક સારું એન્ટરટેઈન્મેન્ટ ડિવાઈસ બની શકે છે. કારણ કે તેમાં લોકો આરામથી જિયો ટીવીની મદદથી ટીવી જોઈ શકશે. 

જિયો ફોનમાં JioCinema પ્રી ઈન્સ્ટોલ્ડ છે. યૂઝર્સ જિયો ટીવી એપનો પણ ઉપયોગ કરી શકે છે. આ બંને એપ યૂઝર્સને ફોન પર લાઈવ સ્પોર્ટ્સ અને લાઈવ ટીવી કન્ટેન્ટ દેખાડવાની સુવિધા આપશે. 

જિયો ભારત ફોનને જિયો ભારત પ્લાનના 123 રૂપિયાવાળા પ્લાનથી રિચાર્જ કરાવી શકાય છે. આ પ્લાનથી રિચાર્જ કરવા પર અનલિમિટેડ કોલ, પ્રતિ માસ 14GB 4જી ડેટા, જિયો એપ્સ અને સેાઓ સુધી પહોંચ પ્રદાન કરાય છે. ડિવાઈસમાં 3 4G બેન્ડ છે અને આ એક લોક ડિવાઈસ છે, જેનો અર્થ છે કે તેની સાથે ફક્ત જિયો સિમ કામ કરશે. 

    

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news