Jio Plan: જિયોના બે દમદાર પ્લાન, 90 દિવસ સુધી દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ calling, જાણો કિંમત

જિયોનો 749 રૂપિયાવાળો પ્લાન જિયોા 719 રૂપિયાવાળા પ્લાનના મુકાબલે 30 રૂપિયા વધુ છે. પરંતુ 30 રૂપિયામાં તમને 90 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. 

Jio Plan: જિયોના બે દમદાર પ્લાન, 90 દિવસ સુધી દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ calling, જાણો કિંમત

નવી દિલ્હીઃ Reliance Jio તરફથી ઘણા પ્રકારના પ્લાન રજૂ કરવામાં આવે છે. જો લાંબી વેલિડિટી એટલે કે 84 દિવસ કે 90 દિવસની વેલિડિટીવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં 719 રૂપિયા અને 749 રૂપિયાવાળા પ્લાન આવે છે. આ બંને પ્લાનમાં માત્ર 30 રૂપિયાનું અંતર છે. પરંતુ બેનિફિટ્સના મામલામાં બંને પ્લેનમાં ઘણું અંતર જોવા મળે છે. આવો જાણીએ આખરે 30 રૂપિયા વધુવાળા પ્લાનમાં શું બેનિફિટ્સ મળી રહ્યાં છે. 

Jio 749 રૂપિયાવાળો પ્લાન
Jio નો 749 રૂપિયાવાળો પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ રીતે યૂઝર્સને કુલ 180 જીબી ડેટા મળે છે. સાથે 90 દિવસની અનલિમિડેટ ફ્રી કોલિંગની સુવિધા ઓફર કરે છે. આ સિવાય દરરોજ 100SMS ની સાથે Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloudનું કોમ્પીમેન્ટ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

Jio 719 રૂપિયાવાળો પ્લાન
jio ના 719 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. મતલબ આ પ્લાનમાં જિયોના 749 રૂપિયાવાળા પ્લાનથી છ દિવસની ઓછી વેલિડિટી મળે છે. આ પ્લાનમાં પણ દરરોજ 2જીબી ડેટા પ્રમાણે કુલ 168 જીબી ડેટા મળે છે, જે 749 રૂપિયાવાળા પ્લાનથી 12જીબી ઓછો છે. આ સિવાય Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloudનું કોમ્પીમેન્ટ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

નિષ્કર્ષ
જો તમે બંને જિયો પ્લાનમાંથી કોઈ એકની પસંદગી કરવા ઈચ્છો છો તો તમને સલાહ છે કે જો તમારૂ બજેટ થોડુ વધુ છે તો તમારે 749 રૂપિયાવાળો પ્લાન પસંદ કરવો જોઈએ. કારણ કે આ પ્લાનમાં 30 રૂપિયા વધુ આપવા પર તમને 6 દિવસની વેલિડિટી અને 12જીબી વધુ ડેટા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news