પ્રથમ ઈલેક્ટ્રિક SUV, ફૂલ ચાર્જ કર્યા બાદ 470 કિમી સુધી દોડશે, આકર્ષક ફીચર્સ તો ખરા જ
કારના શોખીનો માટે વધુ એક દમદાર એસયુવી ટૂંક સમયમાં જ બજારમાં જોવા મળશે. પેરિસમાં આયોજિત વર્ષ 2018ના મોટર શોમાં એક એકથી ચઢિયાતી કાર રજૂ થઈ રહી છે
Trending Photos
પેરિસઃ કારના શોખીનો માટે વધુ એક દમદાર એસયુવી ટૂંક સમયમાં જ બજારમાં જોવા મળશે. પેરિસમાં આયોજિત વર્ષ 2018ના મોટર શોમાં એક એકથી ચઢિયાતી કાર રજૂ થઈ રહી છે. જગુઆર દ્વારા તેની પ્રથમ એસયુવી I-Pace પેરિસ મોટર શો-2018માં રજુ કરવામાં આવી છે. કંપનીએ આ એસયુવી સાથે પ્રથમ વખત ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. I-Pace ઈલેક્ટ્રિક હોવાની સાથે-સાથે એક સ્પોર્ટ્સ કાર પણ છે. આ કારની સૌથી મોટી વિશેષતા તેની તાકાત છે.
ફૂલ ચાર્જિંગ કરકી લીધા બાદ તે 292 માઈલ (470 કિમી) સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે. જોકે, કંપની અન્ય મોટર શોમાં પણ આ કાર રજૂ કરી ચુકી છે. ચાલો જાણીએ આ ઈલેક્ટ્રિક કારની વિશેષતાઓ...
ક્વિક ચાર્જ કેપેબિલિટી
જગુઆરની I-Pace સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર છે. I-Pacr પાંચ સીટવાળી કાર છે. ક્વિક ચાર્જ કેપેબિલિટી સપોર્ટ સાથે તેમાં મેક્ઝિમમ સ્પેસ આપવામાં આવી છે. ઈલેક્ટ્રિક વ્હિકલ હોવા છતાં પણ સ્પીડની બાબતે તે અન્ય એસયુવીને જોરદાર ટક્કર આપશે.
કારને સૌથી શક્તિશાળી બનાવે છે તેની સ્પીડ. આ કારને 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં માત્ર 4.8 સેકન્ડ લાગે છે. એક વખત ચાર્જ થઈ ગયા બાદ આ કાર 470 કિમી સુધી તમને લઈ જઈ શકે છે.
ફીચર્સ પણ આગવા છે
કંપનીએ તેમાં પાતળા એલઈડી હેડલેમ્પ અને હનીકોમ્બ પેટર્નની ગ્રિલની સાથે પહોળો સેન્ટ્રલ એરડેમ આપ્યો છે. કારમાં એક મોટો ટચસ્ક્રીન ડિસ્પ્લે પણ આપવામાં આવ્યો છે. આવું ડ્રાઈવરની સુવિધાને ધ્યાનમાં રાખીને કરાયું છે. જગુઆર I-Pace ઈલેક્ટ્રિક એસયુવીના ઈન્ટિરિયરમાં ડ્યુઅલ સ્ક્રીન ઈનકન્ટ્રોલ ટચ પ્રો ડુઓ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે જગુઆર રેન્જ રોવર વેલારમાં પણ આપવામાં આવી છે.
આ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ઈનકન્ટ્રોલ રિમોટ એપ એલેક્સા સ્કિલ અને 4G વાઈફાઈ હોટસ્પોટ સ્લોટ પણ આપવામાં આવ્યો છે. તેની સાથે જ કેબિનમાં 12Vનો સોકેટ, 6 USB Port અને એક HDMI/HML પોર્ટ પણ આપવામાં આવ્યો છે.
એક્સ્ટિરિયર ફિચર્સ પણ છે ખાસ
એક્સ્ટિરિયર ફિચર્સની વાત કરીએ તો કારમાં સ્લોપિંગ બોનેટ, પાતળા LED હેડલેમ્પ, હનીકોમ્બ પેટર્નની ગ્રીલ અને પહોળો સેન્ટ્રલ એરડેમ આપવામાં આવ્યો છે. તેની સાથે જ તેમાં શ્રેષ્ઠ એલોય વ્હિલ્સ અને ટર્ન લાઈટ ઈન્ટીગ્રેટેડ OVRM પણ આપવામાં આવ્યા છે.
270 કિમી મહત્ત્મ સ્પીડ
જગુઆરની I-Paceની મહત્તમ ઝડપ 270 કિમી પ્રતિ કલાકની છે. કંપનીએ I-Pacecex 90 kwh લિથિયમ ઈઓન બેટરી ફીટ કરી છે. જે 45 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. જોકે, 100kW રેપિડ ચાર્જરની મદદથી તેને 7kW AC વોબબોક્સ દ્વારા ફૂલ ચાર્જ થવામાં 10 કલાકનો સમય લાગશે. તેને હાઈ એનર્જી ડેન્સિટી લિથિયમ-આયન પાઉચ સેલ્સથી બનાવવામાં આવી છે. જગુઆરની આ ઈલેક્ટ્રિક કારમાં 1,453 લીટરનો લોડસ્પેસ છે અને 27 લીટરનો ફ્રન્ટ સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ છે.
બોનેટ વધુ લાંબુ નથી
ઈલેક્ટ્રિક એસયુવીમાં અન્ય કારની જેમ લાંબુ બોનેટ આપવામાં આવ્યું નથી. આવું એટલા માટે કે તેમાં બેટરીનો ઉપયોગ સૌથી વધુ કરાયો છે. તેમાં ફ્યુલ એન્જિનનો ઉપયોગ કરાયો નથી. આ કારનું નાનું બોનેટ તેના એરોડાયનેમિક્સમાં પણ ઘણો સુધારો કરે ચે.
665 લીટરનો બૂટ સ્પેસ
જગુઆરે ઈલેક્ટ્રિક એસયુવીને તેણે દર્શાવેલા કોન્સેપ્ટ પર જ ડિઝાઈન કર્યો છે. આ કારની ફ્રન્ટ સીટ ભલે થોડી નાની હોય, પરંતુ તેમાં 665 લીટરનો બૂટસ્પેસ અપાયો છે, જે અત્યંત ઉપયોગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે