ભારતનું પ્રથમ સ્વદેસી સોશિયલ મીડિયા એપ Elyments થયું લોન્ચ, આ ફિચર્સ છે ખાસ
Trending Photos
નવી દિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu)એ રવિવારે પ્રથમ સ્વદેશી સોશિયલ મીડિયા એપ એલિમેન્ટ્સ (Elyments)ને લોન્ચ કર્યું છે. યૂઝર્સ હવે આ એપને ગૂગલ પ્લે સ્ટોર (Google Play store)થી ડાઉનલોડ કરી શકસે. લોન્ચિંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ હાજર હતા.
લોન્ચિંગના માત્ર થોડા કલાકોની અંદર લાખો લોકોએ આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી છે. તમને જણાવી દઇએ કે, શરૂઆતમાં આ એપ 8 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. સાથે જ તેમાં ઓડિયો-વીડિયો કોલિંગની પણ સુવિધા આપવામાં આવશે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા એપ્સના ફીચર્સને ભેગા કરી એક જ એપમાં ઉપલબ્ધ કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ડેટા પ્રાઇવેસીને લઇને હમેશાં સવાલ ઉભા થયાછે. આ મામલે વિદેશી કંપનીઓ નિષ્ફળ જોવા મળી છે. એટલા માટે આ સોશિયલ મીડિયા એપ (Social Media App)માં મુખ્ય રીતે ડેટા પ્રાઇવેસીને આગળ રાખવામાં આવી છે. ભારતમાં સોશિયલ મીડિયા યૂઝર્સની મોટી સંખ્યા છે પરંતુ હજુ સુધી સોશિયલ મીડિયા માર્કેટમાં મોટાભાગની વિદેશી કંપનીઓનું વર્ચસ્વ છે. આ વચ્ચે દેશમાં 5 જુલાઇના દેશની પ્રથમ સુપર સોશિયલ મીડિયા એપ એલીમેન્ટ્સ (Elyments) લોન્ચ થયું છે. આ એપની ખાસિયત છે કે, તેમાં યૂઝર્સનો ડેટા સંપૂર્ણ સુરક્ષીત રહેશે અને વગર પરવાનગીએ કોઈ થર્ડ પાર્ટીને આપી શકાશે નહીં.
ડેટા પ્રાઇવેસી પર ખાસ ધ્યાન
સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ડેટા પ્રાઇવેસીને લઇને સવાલો ઉભા થતા હોય છે. એટલા માટે આ સ્વદેશી સોશિયલ મીડિયા એપમાં ડેટા પ્રાઇવેસીનું સૌથી વધારે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર Elyments એપમાં યૂઝરનો ડેટા સુરક્ષિત રહેશે અને પરવાનગી વગર અથવા કોઇ થર્ડ પાર્ટી લઇ શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે