Facebook, WhatsApp અને Twitter પર પ્રતિબંધ લાગે તો ફિકર નોટ...આ રહ્યાં બીજા ઓપ્શન
ભારત સરકારે Facebook, WhatsApp અને Twitter સહીત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને IT નિયમોની નવી ગાઈડલાઈન લાગુ કરવા તાકીદ કરી છે. આ મુદ્દા પર હવે ભારે વિવાદ પણ ચાલી રહ્યો છે. મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. ત્યારે સવાલ એ છેકે, જો ખરેખર Facebook, WhatsApp અને Twitter ભારતમાં બંધ થઈ જશે તો શું થશે? આ સવાલનો જવાબ તમને આ આર્ટીકલમાં મળશે.
Trending Photos
નવી દિલ્લીઃ ભારત સરકારે Facebook, WhatsApp અને Twitter સહીત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને IT નિયમોની નવી ગાઈડલાઈન લાગુ કરવા તાકીદ કરી છે. આ મુદ્દા પર હવે ભારે વિવાદ પણ ચાલી રહ્યો છે. મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. ત્યારે સવાલ એ છેકે, જો ખરેખર Facebook, WhatsApp અને Twitter ભારતમાં બંધ થઈ જશે તો શું થશે? આ સવાલનો જવાબ તમને આ આર્ટીકલમાં મળશે.
આજકાલ Facebook, WhatsApp અને Twitter પર પ્રતિબંધ લાગુ થવાના સમાચારો ફેલાઈ રહ્યાં છે. ભારત સરકારે Facebook, WhatsApp અને Twitter સહીત તમામ સોશિયલ મીડિયા પોર્ટલને IT નિયમોની નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે 25 મે 2021 સુધીનો સમય આપ્યો હતો. એ સમય અવધી હવે પુરી થઈ ચૂકી છે. ત્યાર બાદ હવે આ મામલે વિવાદ વધી ગયો છે. અને હવે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી ચૂક્યો છે.
આ સોશિયલ મીડિયા એપ્સના ભારતમાં કરોડો યુઝર્સ છે. જો કેન્દ્ર સરકાર આ એપ્સ પર પ્રતિબંધ લગાવે છે, તો આ કરોડો યુઝર્સને મોટો ફટકો પડશે. જો તમે પણ આ અંગે ચિંતિત છો, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમે તમને આ એપ્લિકેશનોના replacements એટલે કે વિકલ્પો વિશે જણાવીશું. જો ખરેખર ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વીટર બંધ થઈ જાય તો ફિકર નોટ, આ રહ્યાં બીજા સારા ઓપ્શન.
AMITABH BACHHAN બનશે SUNNY LEONE ના પાડોશી! આટલી ઉંમરે વળી Big B ને આ શું સુજ્યું?
1) Sandes App
Sandes એપને વોટ્સએપના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. આ એપ્લિકેશન આત્મનિર્ભર ભારત હેઠળ વિકસાવવામાં આવી છે વોટ્સએપની જેમ મેસેજ એપ્લિકેશન તમને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, કોન્ટેક્ટ શેરિંગ, મેસેજીસ, ગ્રુપ ચેટિંગ, વીડિયો કોલ્સ અને વોઈસ કોલ્સ જેવી સુવિધાઓ આપે છે. આ એપ 31MB ની છે. તમે તેને વોટ્સએપને બદલે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
આ દિગ્ગજ ક્રિકેટરોએ દેશ માટે બનાવ્યા અઢળક રન, પરંતુ વિદાય મેચ માટે જોતાં રહ્યા રાહ
2) Koo App
Koo એપને દેશી ટ્વિટર કહેવામાં આવી રહી છે. Koo મોબાઇલ એપ્લિકેશન Twitter ના વિકલ્પ (replacements) તરીકે ઉભરી આવી છે. આ એપ ટ્વિટરની જેમ જ છે, જેમાં યુઝર્સ પોતાના વિચારો શેર કરી શકે છે. આ એપ્લિકેશન ગત વર્ષે બેંગ્લોર સ્થિત અપ્રમેયા રાધાકૃષ્ણ (Aprameya Radhakrishna) દ્વારા વિકસાવવામાં આવી હતી. આ એપ્લિકેશન ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. Koo એપ્લિકેશનનું કદ ફક્ત 23MB છે અને તમે તેને ગૂગલ પ્લે સ્ટોર-એપ સ્ટોરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
માત્ર પાતળી ચાદર લપેટીને બેડ પર બેઠી છે 'ગોપી બહૂ', ક્યારેય નહીં જોયો હોય Devoleena નો આ સેક્સી અંદાજ
3) MeWe
MeWe એ વધુ લોકપ્રિયતા મેળવી નથી, પરંતુ તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે સારી રિપ્લેસમેન્ટ બની શકે છે. આમાં યુઝર્સ ફેસબુક જેમ જ તેમના મિત્રો સાથે કનેક્ટ થઈ શકે છે. ફેસબુક જેવી આ એપમાં તમને ન્યૂઝફિડ અને સોશ્યલ ગ્રુપ સહિતની તમામ સુવિધાઓ મળશે. MeWe એપ્લિકેશનનું કદ 160MB છે.
Shraddha Arya એટલા જબરદસ્ત બોલ્ડ PHOTOS શેર કર્યા કે લોકોએ કહ્યું-શરમ વેચી ખાધી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે