કાર નહી 1BHK ફ્લેટ છે આ Hyundai Creta, કિચનથી માંડીને બેડરૂમ સુધી તમામ સુવિધા

Car Modification: તાજેતરમાં જ એક હ્યુન્ડાઇ ક્રેટા એસયૂવીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં આ કારની રિયર સીટ્સ અને બૂટ સ્પેસને એ રીતે મોડિફાઇ કરવામાં આવ્યું છે કે તેમાં એક ઘર જેવી સુવિધા આપવાનો પ્રયત્ન કર્યો છે. 

કાર નહી 1BHK ફ્લેટ છે આ  Hyundai Creta, કિચનથી માંડીને બેડરૂમ સુધી તમામ સુવિધા

Hyundai Creta Converted to Camper Van: ભારતમાં કાર મોડિફિકેશનનો એક અલગ જ ક્રેઝ છે. લોકો તેમના વાહનના એક્સટીરિયર અને વ્હીલ્સને મોડિફાઇ કરાવે છે. જ્યારે કેટલાક લોકો એક ડગલું આગળ વધીને તેના ઈન્ટિરિયરને પણ સંપૂર્ણપણે બદલી નાખે છે. હાલમાં જ હ્યુન્ડાઈ ક્રેટા એસયુવીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ કારની પાછળની સીટો અને બૂટ સ્પેસમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે કે ઘર જેવી સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં રસોડાથી લઈને બેડ સુધી બધું જ આપવાનો પ્રયાસ કર્યો છે.

પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ

આ ભારતની પ્રથમ Hyundai Creta હોવી જોઈએ, જેને સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં બદલવામાં આવી છે. ક્રેટા દેશની સૌથી સફળ SUV કારમાંથી એક છે. તેના બોલ્ડ લુક્સ અને પ્રીમિયમ ફીચર્સ ગ્રાહકોને પસંદ છે. જોકે કેટલાક લોકો આનાથી સંતુષ્ટ જણાતા નથી. એક વ્યક્તિએ તેની ક્રેટાને Camper Van (કેમ્પર વેન) માં મોડિફાઇ કરી દીધી. તમે પણ જુઓ વિડિયો-

આ વીડિયો Ghumakkad bugz નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. તે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક દંપતીએ તેમની ક્રેટાને ઘરમાં ફેરવી છે. તે તેનો ઉપયોગ તેના કેમ્પિંગ એડવેંચર્સ પર સૂવા માટે કરશે. રસપ્રદ વાત એ છે કે આ કપલના બે નાના બાળકો પણ છે જે તેમની સાથે કારમાં સુવે છે.

શું-શું સુવિધાઓ છે?
આ ક્રેટામાં રસોઈ માટે રસોડાની સગવડ છે. આ માટે ગેસનો સ્ટવ આપવામાં આવ્યો છે, સાથે જ 5 કિલોનો ગેસ સિલિન્ડર પણ રાખી શકાય છે. તેણે ટોયલેટ માટે એક ટેન્ટ ખરીદ્યો છે, જેમાં તે કપડાં પણ બદલી શકે છે. તેમાં સૂવા માટે બેડ પણ છે. પતિ અને પત્ની તેમના બે બાળકો સાથે તેમાં આરામ કરે છે. તેમાં પાણીનું કંટેનર પણ રાખવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news