WhatsApp પર અજાણ્યા નંબરોથી આવતા Spam કોલથી કેવી રીતે બચવું? જાણો બ્લોક અને રિપોર્ટ કરવાની સરળ રીત
How To Block Calls In WhatsApp: સ્કેમર્સ માટે લોકોને ટાર્ગેટ કરવા WhatsApp એક નવું પ્લેટફોર્મ બની રહ્યું છે. દિવસોમાં, વોટ્સએપના હજારો ભારતીય વપરાશકર્તાઓએ અજાણ્યા નંબરો પરથી કૉલ્સ અને મેસેજ રિસીવ કરવાની ફરિયાદો નોંધાવી છે.
Trending Photos
How To Block Calls In WhatsApp: સ્કેમર્સ માટે લોકોને ટાર્ગેટ કરવા WhatsApp એક નવું પ્લેટફોર્મ બની રહ્યું છે. દિવસોમાં, વોટ્સએપના હજારો ભારતીય વપરાશકર્તાઓએ અજાણ્યા નંબરો પરથી કૉલ્સ અને મેસેજ રિસીવ કરવાની ફરિયાદો નોંધાવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કોલ આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આખી દુનિયામાં WhatsAppના 200 કરોડથી વધુ યુઝર્સ છે.
આવી સ્થિતિમાં તમારા મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે અજાણ્યા નંબર પરથી કોલ આવવાથી તમને શું નુકસાન થઈ શકે છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ. તો અહીં તમને તમામ પ્રશ્નોના જવાબ મળી જશે..
-હાલમાં જ યુઝર્સની ચિંતાનો જવાબ આપતાં WhatsApp કહ્યું છે કે તે ટૂંક સમયમાં એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે કેટલાક નવા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે. જો કે, આ પહેલા કંપનીએ સ્પામ કોલને રિપોર્ટ કરવા અને બ્લોક કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો:
Grah Gochar May 2023: આગામી 18 દિવસ સુધી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી!
Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો
Cannes Film Festival: માત્ર અનુષ્કા શર્મા જ નહીં આ હસીના પણ 'Cannes'માં કરશે ડેબ્યૂ
-તમને જણાવી દઈએ કે ખૂબ જ જલ્દી Truecaller કોલર આઈડેન્ટિફિકેશન સર્વિસના સપોર્ટ સાથે ફીચર અપડેટ આપી શકે છે. કંપનીએ હાલમાં જ આની જાહેરાત કરી છે.
-વોટ્સએપનું કહેવું છે કે તે તેના યુઝર્સની તમામ ચેટ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન આપે છે, જેથી યુઝર્સના મેસેજની ગોપનીયતા સુરક્ષિત રહે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કંપનીએ સુરક્ષા સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે નવા રોકાણો કર્યા છે અને જાગૃતિ અભિયાનો પણ શરૂ કર્યા છે. (તસવીરઃ કેનવા)
- તો ચાલો જાણીએ કે તમારે સ્પામ કોલ્સ આવે ત્યારે શું કરવું જોઈએ. સ્પામ કોલ્સ ટાળવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે કોઈપણ અજાણ્યા કોલ્સ રિસીવ કરવાનું ટાળો.
- જો તમે કૉલ ઉપાડો તો પણ કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો. તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે, તમારી માહિતી ફક્ત કોન્ટેક્ટ્સ સુધી મર્યાદિત રાખો.
- તમે અજાણ્યા કોન્ટેક્ટ્સને રિપોર્ટ કરી બ્લોક પણ કરી શકો છો. આ માટે તમારે તે કોન્ટેક્ટનો કોલ લોગ ઓપન કરવાનો રહેશે. તે પછી ઉપરના જમણા ખૂણે આપેલા ત્રણ બિંદુઓ પર ક્લિક કરો. ડોટ્સ પર ક્લિક કરતાની સાથે જ તમને "Block" નો વિકલ્પ દેખાશે. આ પછી, તમે "બ્લોક" વિકલ્પ પર ક્લિક કરો અને કન્ફ્રર્મ કરતા તરત જ કોન્ટેક્ટ બ્લોક થઈ જશે.
આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે