Google Pay અને PhonePay એકાઉન્ટ કરી શકો છો ડિલીટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Delete Google Pay & PhonePay Account: જો તમે ફોન પે અને ગુગલ પે જેવી UPI એપ પર એકાઉન્ટ બંધ કરવા માંગો છો તો તમે તેને પરમેનેન્ટ બંધ કરી શકો છો. માત્ર તમારે આ પ્રોસેસને ફોલો કરવી પડશે.
Trending Photos
Delete Google Pay & PhonePay Account: આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન પેમેન્ટનું ઘણું મહત્વ વધ્યું છે. લોકો હવે ઓનલાઈન પેમેન્ટ માટે ઘણી એપનો ઉપયોગ કરી રહ્યા છે. આજના સમયમાં UPI ઓનલાઈન પેમેન્ટ એક ખુબ જ લોકપ્રિય એપ છે. લોકો સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકે તે માટે યુપીઆઇની સુવિધા આપતી ઘણી એપ પર પોતાનું એકાઉન્ટ રજિસ્ટર કરાવે છે.
જેમાં કેટલીક લોકપ્રિય એપ Google Pay અને PhonePay પણ છે. પરંતુ જો તમે તમામ એપ પર એકાઉન્ટ બંધ કરી કોઈ એક જ એપનો ઉપયોગ કરવા માંગો છો તો અન્ય એપમાંથી તમારું એકાઉન્ટ સરળતાથી ડિલીટ કરી શકો છો. આજે અમે તમને આવી જ UPI ની સુવિધા આપતી લોકપ્રિય એપ જેવી કે ગુગલ પે અને ફોન પે દ્વારા આપવામાં આવતી એકાઉન્ટ ડિલીટની સુવિધા વિશે જણાવી રહ્યા છીએ.
Google Pay માંથી આ રીતે કરો એકાઉન્ટ ડિલીટ
- તમારા સ્માર્ટ ફોનમાં ગુગલ પે એકાઉન્ટ ઓપન કરો.
- એપની જમણી બાજુએ તમારા પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો.
- જ્યાં તમારે બેંક એકાઉન્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે.
- ત્યારબાદ જમણી તરફ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને રિમૂવ એકાઉન્ટ પર ક્લિક કરો.
- હવે ગુગલ પરે પર જોડાયેલા તમામ એકાઉન્ટને આ રીતે રિમૂવ કરી શકો છો.
- ત્યારબાદ તમે એપને લોગઆઉટ કરી uninstall કરી દો.
Phone Pay માંથી આ રીતે કરો એકાઉન્ટ ડિલીટ
- સૌથી પહેલા તમારી Phone Pay એપ ઓપન કરો.
- તમને એપની ઉપરની જમણી બાજુએ પ્રશ્નાર્થ ચિન્હનો આઇકોન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- ત્યાં તમારે Phone Pay એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરવાની છે.
- ત્યારબાદ તમને એકાઉન્ટ રિલેટેડ ઇશ્યૂ જોવા મળશે તેનું સિલેક્શન કરો.
- ત્યારબાદ ડિલીટ એન અકાઉન્ટ પર ક્લિક કરો.
- હવે સૌથી નીચે તમને contact us નું ઓપ્શન જોવા મળશે. તેને સિલેક્ટ કરી તમારું કારણ દર્શાવો. ત્યારબાદ તમારી રિકવેસ્ટ સ્વિકારવામાં આવશે, જેના 2 થી 4 દિવસની અંદર તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે